તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:સરગાસણના વૃદ્ધનું મોત થતાં સેવાભાવી વ્યક્તિઓ દ્વારા અગ્નિસંસ્કાર કરાયા

ગાંધીનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પરિવાર વિનાના વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું
 • સેવાભાવીઓએ PPE કીટ પહેરી ઘરમાં જઇને વૃદ્ધની ડેડ બોડીને પ્લાસ્ટિકમાં પેક કરીને અગ્નિસંસ્કાર માટે મુક્તિધામ લઇ ગયા

સંતાન વિના સરગાસણની શ્રીરંગ પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. જોકો કોરોના હોવાથી તેમના ઘરે જતા દરેક વ્યક્તિઓ ડરતા હતા. તેની જાણ સેવાભાવી હિતેષ રાવલ અને જીજ્ઞેશ ઠક્કરને થતાં તેમણે વૃદ્ધના મૃતદેહને પેકિંગ કરીને મુક્તિધામ લઇ જઇને અગ્નિસંસ્કાર કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.કોરોનાની મહામારીમાં એક સિક્કાની બે બાજુઆ જોવા મળી છે. અમુક વ્યક્તિઓ આવી કપરી સ્થિતિમાં સેવાકીય પ્રવૃત્તિઓ કરીને માનવતાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

જ્યારે બીજી તરફ કોરોનાની કટોકટી ભરેલી સ્થિતિમાં પણ રૂપિયા કમાવવાની નીતિ અપનાવી રહ્યા છે. ત્યારે સરગાસણમાં આવેલા શ્રીરંગ પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધનું કોરોનાથી અવસાન થયુું હતું. વૃદ્ધને કોરોના હોવાથી સ્થાનિક લોકો તેમના ઘરમાં જતા ડરી રહ્યા હતા.

ત્યારે જલારામ સેવા સમાજના કાર્યકર બિપીનભાઇ ઠક્કરે કોરોનાથી વૃદ્ધના મોતની જાણ લોહાણા યુવા સંગઠનના અગ્રણી જીજ્ઞેશ ઠક્કરને વાત કરી હતી. આથી જીજ્ઞેશ ઠક્કર અને જુસિકાના સેવાભાવી કાર્યકર હિતેષ રાવલે પીપીઇ કીટ પહેરીને વૃદ્ધના ઘરમાં જઇને વૃદ્ધની ડેડ બોડીને પ્લાસ્ટિકમાં પેક કરીને અગ્નિસંસ્કાર માટે મુક્તિધામ ખાતે લઇ ગયા હોવાનું જીજ્ઞેશ ઠક્કરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો