ચૂંટણી ખર્ચ નિયંત્રણની બેઠક યોજાઇ:ચૂંટણી સભામાં માત્ર સ્ટેજની જ વીડિયોગ્રાફી કરાતાં અધિકારી નારાજ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખર્ચ નિયંત્રણની બેઠકમાં ચૂંટણીની સભાના વીડિયોગ્રાફીમાં રહેતી ખામી અંગે સબંધિત અધિકારીઓનો ઉધડો લીધો હતો. ઉપરાંત વીડિયોગ્રાફીમાં ઉમેદવારની સ્ટેજ ઉપર હાજરીથી લઇને શું શું સગવડ કરવામાં આવી છે. તેનો અંદાજે કેટલો ખર્ચ થાય સહિતની બાબતોનો વીડિયોગ્રાફીમાં સામેલ કરવાની જિલ્લાના ખર્ચ નિયંત્રણ અધિકારીએ સૂચના આપી હતી.

વિધાનસભાની ચૂંટણીમાં ખર્ચ માટે નિયંત્રણ લાદવામાં આવ્યું છે. જેમાં રાજ્યના ચૂંટણી પંચ દ્વારા દરેક ઉમેદવારને રૂપિયા 40 લાખનો ખર્ચ કરવાની મર્યાદા આપી છે. ખર્ચને નિયંત્રિત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ખર્ચ નિયંત્રણ ટીમ બનાવવામાં આવી છે. જેમાં જિલ્લાના નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં જ ખર્ચ નિયંત્રણ ટીમની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાની પાંચ વિધાનસભાની બેઠકોમાં ચૂંટણી લડતા ઉમેદવારો દ્વારા યોજવામાં આવતી રેલી, સભા, ડોર ટુ ડોર મુલાકાત સહિતની કામગીરીનું વીડિયોગ્રાફી કરવાની સુચના આપી છે.

છતાં વીડિયોગ્રાફીમાં માત્ર સ્ટેજને દર્શાવવામાં આવ્યા છે. જ્યારે સભા માટે કેટલા ફુટનો મંડપ બાંધવામાં આવ્યો છે. લોકોના માટે ખુરશી રકાઇ છે કે મેટી રાખી છે. કેટલી નંગ ખુરશી મુકાઇ છે. ચા-પાણી અને નાસ્તાની સુવિધા રખાઇ છે. સભામાં આવતી વ્યક્તિઓ માટે કેવા પ્રકારનો નાસ્તો અપાયો છે તેમજ કેટલા લોકો સભામાં આવ્યા હતા સહિતની બાબતો વિડિયોગ્રાફીમાં આવરી લેવાની હોય છે. પરંતુ માત્ર સ્ટેજની જ વિડિયોગ્રાફી કરી હોવાથી જિલ્લાના ખર્ચ નિયંત્રણ ટીમના નોડલ અધિકારીએ ઉધડો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...