કાર્યવાહી:વલાદમાં જમીનમાં તાર ફેન્સિંગ કરતો નહીં કહીને 2 લોકોએ કબ્જેદારને માર માર્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જમીન ઉપર દાવો ચાલતો હોવા છતાં માલિકી હક્ક બતાવી ધમકી આપી ફરાર થઇ ગયા
  • ખેતરમાં હાજર રહેલા પિતા પુત્ર ઉપર હુમલો કરીને માર્યો મારવામાં આવ્યો હતો, જેની ફરિયાદ ડભોડા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

વલાદમા આવેલી સાડા ચાર વિઘા જમીનને લઇને મારામારી થઇ હતી. જમીનમા વર્ષોથી કબ્જો ધરાવતા કબ્જેદાર ખેતી કરી રહ્યા છે. જ્યારે આ જમીનને વર્ષ 2018મા વહેચણી કર્યા વિના તેમના વારસદારોએ વેચી મારી હતી. જેનો કોર્ટમા દાવો ચાલી રહ્યો છે. તેવા સમયે જગ્યા ઉપર બે લોકોએ આવીને તારે જમીન ઉપર કોઇ જ પ્રકારનું તાર ફેન્સીંગ કે કામગીરી કરવાની નથી કહીને ખેતરમા હાજર રહેલા પિતા પુત્ર ઉપર હુમલો કરીને મારમાર્યો હતો. જેની ફરિયાદ ડભોડા પોલીસ મથકમા કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રમેશભાઇ ઝવેરભાઇ પ્રજાપતિ (રહે, અમરાઇવાડી, અમદાવાદ)એ ફરિયાદ નોંધાવી હતી કે, મારા પરિવાર સાથે રહુ છુ અને વલાદમા આવેલી સંયુક્ત માલિકીની સર્વે નંબર 195, નવો સર્વે નંબર 144 સાડા ચાર વિઘા જમીનમાં વર્ષોથી કબ્જો ધરાવીએ છીએ અને ખેતી કરીએ છીએ. જ્યારે મારા પિતાજીના મામાના વારસદારોએ અમારી સંમતી વિના અને જમીનની વહેચણી કર્યા વિના વર્ષ 2018મા જક્શીભાઇ ડાહ્યાભાઇ ભરવાડ અને મુકેશ મોતીભાઇ રબારીને વેચાણ આપી દીધી હતી.

ત્યાર પછી જમીન ઉપર લીસ્ટ પેન્ડેન્સી હોવા છતા મહેન્દ્રભાઇ જોઇતાભાઇ પટેલ અને રાજકુમાર દિનેશકુમાર પટેલને વેચાણ આપી દીધી હતી. ત્યારપછી જમીન ઉપર કોર્ટમા દાવો ચાલી રહ્યો છે. તેમ છતાં મહેશકુમાર કાંતિલાલ પટેલ અને હર્ષોગકુમાર મહેન્દ્રભાઇ પટેલે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. જેમા પહેલેથી જ કોર્ટમા દાવો કરવામા આવ્યો છે અન હાલમા ચાલુ છે. છતા ગત 21 જૂનના રોજ બપોરના સમયે મારા દિકરા ભાવિન સાથે દાવાવાળી જમીન ઉપર ગયા હતા. તે સમયે જગ્યા ઉપર મહેશ પટેલ અને હર્ષોગભાઇ આવેલા હતા અને તેમણી સાથે અજાણ્યા લોકો હાજર હતા.

તે સમય તેમણે કહ્યુ હતુ કે, જમીનમા તાર ફેન્સીંગ કે કઇ કામગીરી કરવાની નથી. તેમ કહીને ભાવિન સાથે મનફાવે તેમ બોલાચાલી કરી ગાળો બોલી મારામારી કરી હતી. ત્યારબાદ કંટ્રોલરૂમમા ફોન કરીને પોલીસ બોલાવતા અજાણ્યા લોકો ત્યાંથી ધમકી આપીને ફરાર થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ ડભોડા પોલીસ મથકમા કરવમા આવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...