તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:11 વોર્ડની 44 ટિકિટ માટે ભાજપમાં દાવેદારોની સંખ્યા 581 પહોંચી

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભાજપ પક્ષમાં અનેક નેતાઓની ટિકિટ કપાય તેવી સ્થિતિ, વોર્ડ નં-9માં સૌથી વધુ 72 દાવેદારો

મંગળવારે ભાજપ દ્વારા એક જ દિવસમાં 11 વોર્ડની સેન્સ લેવાતા રાત સુધી દાવેદારોનુ આગમન ચાલુ રહ્યું હતું. જેમાં વોર્ડ-1માં 55, વોર્ડ-2માં 52, વોર્ડ-3માં 70, વોર્ડ નં-4માં 42, વોર્ડ નં-5માં 44, વોર્ડ નં-6માં 49, વોર્ડ નં-7માં 55, વોર્ડ નં-8માં 58, વોર્ડ નં-9માં 72, વોર્ડ નં-10 41 તથા વોર્ડ નં-11માં 43 દાવેદારો મળી કુલ 581 દાવેદારો સામે આવ્યા હતા. સેક્ટર-9,10, 18, 19, 21, 22, 23, 30નો વિસ્તાર ધરાવતા વોર્ડ નં-5માંથી મેયર રીટાબેન પટેલના પતિ કેતન પટેલ, બે પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા તથા પ્રવિણ પટેલ અને સંગઠનના એક સ્થાનિક નેતાઓ ટિકિટ માંગી હોવાનું કહેવાય છે.

4માંથી 2 બેઠકો મહિલા માટે અનામત હોવાથી કોને ટિકિટ મળે તે જોવાનું રહે છે. તાજેતરમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે એક પણ મેયરને રિપિટ નથી. તો બીજી તરફ અગાઉ હારી ગયેલા મહેન્દ્રસિંહ રાણા અને અધવચ્ચેથી મેયર અને કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેનાર પ્રવિણ પટેલ દાવેદારી કરી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે. ત્યારે આ નેતાઓને પણ ટિકિટ મળે છે નહીં તે જોવાનું રહે છે. આ તરફ વોર્ડ સેક્ટર-25, 26 અને રાંધેજાનો વિસ્તાર ધરાવતા વોર્ડ નં-1માંથી હાલ સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડા અને કોર્પોરેટર નિતીન પટેલે દાવેદારી કરી છે. 4 બેઠકમાંથી 2 સ્ત્રી માટે 1 બેઠક ઓબીસી માટે અનામત થઈ છે. એટલે આ બંને નેતામાંથી એકની ટિકિટ કાપવી પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો