તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • The Non reserved Commission Not Only Utilized A Grant Of Rs 73 Lakh In 2 Years; Given The Vacancy For Administrative Reasons, The Money Could Not Be Used

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું:બિનઅનામત આયોગે 2 વર્ષમાં 73 લાખની ગ્રાન્ટ વાપરી જ નહીં; વહીવટી કારણોસર જગ્યા ખાલી રહેતાં નાણાં વાપરી ન શકાયાનું કારણ આપ્યું

ગાંધીનગર13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત વિધાનસભાની ફાઇલ તસવીર

રાજ્યમાં પાટીદાર અનમાત આંદોલન બાદ બિનઅનામત વર્ગના લોકોને શિક્ષણ અને રોજગારી માટે સહાય આપવાના આશયથી રાજ્ય સરકારે રચેલા બિન અનામત વર્ગ આયોગે બે વર્ષમાં રાજ્ય સરકારે આપેલા કુલ 1.85 કરોડના બજેટમાંથી 73 લાખ જેટલી રકમ વપરાઇ નથી.

વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે આયોગને વર્ષ 2019-20માં 90.23 લાખ અને વર્ષ 2020-21માં 95.50 લાખ રૂપિયાનુ બજેટ ફાળવાયું હતું. જે પૈકી વર્ષ 2019-20માં 70.18 લાખ અને વર્ષ 2020-21માં 41.96 લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. મતલબ કે 73 લાખ રૂપિયા વારપ્યા વિનાના પડી રહ્યા હતા. 73 લાખ જેટલી રકમ નહીં વપરાવાના કારણમાં સરકારે જણાવ્યું હતું કે, વહીવટી કારણસર જગ્યા ખાલી રહેતા રકમ વપરાઇ શકી નથી.

અન્ય એક પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે બિન અનામત વર્ગો માટે શિક્ષણ યોજના હેઠળ બે વર્ષમાં 17 લાખ વિદ્યાર્થીઓને શિક્ષણ યોજનામાં આવરી લેવાયા છે. જ્યારે 53 હજાર વિદ્યાર્થીઓને કોચિંગ, ભોજન, ટ્યુશન સહાય, વિદેશ અભ્યાસ, શૈક્ષણિક અભ્યાસ યોજનાનો લાભ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો