તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:બીજા દિવસે નીલ કેસ વચ્ચે 11676 લોકોએ રસી લીધી

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગત તારીખ 25મી અને તારીખ 26મીના રોજ સતત બે દિવસ મનપા વિસ્તારમાંથી એક એક કોરોનાનો કેસ નોંધાયો હતો. ત્યારબાદ સતત બે દિવસથી જિલ્લાના મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું મોત થયું નથી અને સાજા પણ થયા નથી.

કોરોનાની નલી સ્થિતિ વચ્ચે જિલ્લાના કુલ 11676 લોકોએ શનિવારે રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 3345 વ્યક્તિઓ અને ગ્રામ્ય વિસ્તારમાંથી 8331 લોકોએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...