નિમણુક:ગાંધીનગરના નવા મેયર તેમજ ડેપ્યુટી મેયરની 21મી ઓક્ટોબરે વરણી થશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓનાં નામોની પણ જાહેરાત કરાશે

ત્રણ દિવસ પછી એટલે કે 21મી ગુરુવારે પાટનગરને નવા મેયર અને ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના પદાધિકારીઓ મળી જશે. ગાંધીનગર મનપાની 44 બેઠકોમાંથી 5 એસસી સમાજ માટે અનામત હતી. જેમાં વોર્ડ-4માંથી ભરતભાઇ શંકરભાઇ દિક્ષિત, વોર્ડ નં-8માંથી હિતેશકુમાર પુનમભાઈ મકવાણા, વોર્ડ-1માંથી મીનાબેન સોમાભાઇ મકવાણા, વોર્ડ નં-5માંથી કૈલાસબેન ગુણવંતભાઇ સુતરીયા તથા વોર્ડ નં-11માંથી સેજલબેન કનુભાઈ પરમાર ચૂંટાયા છે.

પ્રથમ અઢી વર્ષ મેયરપદ એસસી અનામત અને બીજા વર્ષે મહિલા માટે અનામત રહેશે. આ જોતા જો એસસી અનામતમાં ભાજપ કોઈ પુરૂષ ઉમેદવારને તક આપે તો ભરત દિક્ષિત અને હિતેશ મકવાણા બે જ કાઉન્સિલર મેયર પદની રેસમાં રહે છે. પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ એવા પુનમ મકવાણાના પુત્ર હિતેશ મકવાણા મેયર પદ માટે દાવેદાર ગણાય છે.

જોકે ભાજપ અમદાવાદની રીતે પ્રમાણે કોઈ સામાન્ય પરિવારના કાઉન્સિલરને મેયર પદ સોંપે તો ભરત દિક્ષિતને પણ મેયર પદની લોટરી લાગી શકે છે. તો બીજી તરફ ચર્ચાઓ કરતાં અલગ જ નિર્ણય લેવા જાણીતા ભાજપ દ્વારા ત્રણ મહિલા ઉમેદવારોમાંથી પણ કોઈ નામ જાહેર કરી દે તો નવાઈ નહીં ગણાય.

સ્ટે. ચેરમેન-ડે. મેયર પદ માટે 6 નામની ચર્ચા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે વોર્ડ નં-11ના જસવંત પટેલ,વોર્ડ નં-10ના મહેન્દ્ર પટેલ, વોર્ડ નં-8ના રાજેશ પટેલ જેવા નામો ચર્ચામાં છે જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે વોર્ડ નં-2 વોર્ડ નં-2માં અનિલસિંહ વાઘેલા, વોર્ડ નં-4ના જસપાલસિંહ બિહોલા, વોર્ડ નં-7ના પ્રેમલસિંહ ગોલ જેવા નામોની ચર્ચા ભાજપમાં છે.

અન્ય સમાચારો પણ છે...