તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:જમીયતપુરામાં કાકાનેે વેચેલી જમીન ભત્રીજાએ બીજીવાર વેચી

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2 વખત વેચાણ કરતાં છેતરપિંડી કેસ નંધાયો

જમીયતપુરામા આવેલી પોણા બે વીધા જમીનને 32 વર્ષ પહેલા કાકાને વેચી દીધી હતી. જ્યારે આ જગ્યાને ભત્રીજાએ બીજીવાર વેચાણ કરી છેતરપિંડી કરતા અડાલજ પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાયો છે.

પરસોત્તમભાઇ છોટાભાઇ પટેલે અડાલજ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી કે, જમીયતપુરા ગામની સીમમો આવેલી સર્વે નંબર 311 વાળી પોણા બે વીધા જમીનને તેમના કાકાના દિકરા સતિષભાઇ કાશીભાઇ પટેલના ભાગમા આવી હતી. જેને છોટાભાઇએ જમીનને 32 વર્ષ પહેલા રૂ.15 હજારમા 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને ખરીદી હતી. તે પછી જગ્યાનો જમીનોના ભાવ વધતા જગ્યા નવી શરતની હતી, તેને જૂની શરતનમા વર્ષ 2000મા કરવા માટે મામલતદાર ગાંધીનગરમાં અરજી કરી હતી.

પ્રિમિયમની રકમ ભર્યા બાદ જૂની શરતની જમીન થઇ ગઇ હતી. ત્યારબાદ જમીનનો રેકોર્ડ ચેક કરતા આ જમીનને વર્ષ 2000માં કાનજીભાઇ વાસીભાઇ દેસાઇ (રહે, 5 કૃષ્ણ એપાર્ટમેન્ટ, બહેરામપુરા અમદાવાદને) સતીષભાઇ પટેલ (રહે, ડી 26, દેવીકૃપા ટેનામેન્ટ વસ્ત્રાલ) દ્વારા વેચી મારવામા આવી હતી. જેને ખેડૂતે વાંધા અરજી કરી હતી. જ્યારે કાકાના દિકરાએ જ છેતરપિંડી કરતા અડાલજ પોલીસ મથકમા ફરિયાદ દાખલ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...