ગાંધીનગર:પડોશી શખ્સે વિકલાંગ મહિલાને અશ્લિલ ચેનચાળા કરતાં હોબાળો

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 181 અભયમની મદદથી સમગ્ર મુદ્દો પોલીસ સ્ટેશનમાં

ગાંધીનગર શહેરની એક સોસાયટીમાં પાડોશી શખ્સે વિકલાંગ મહિલાને અશ્લીલ ઈશારો કરતાં હોબાળો મચી ગયો હતો. જેને પગલે મહિલાએ 181 અભયમ હેલ્પલાઈનની મદદ માંગી હતી. જેને પગલે ગાંધીનગર 181ની ટીમ ત્યાં પહોંચી ત્યારે વિકલાંક મહિલા પથારીવશ હતા. તેમની બારીમાંથી પાડોશીનું ઘર દેખાતું હતું. જેથી પાડોશી ભાઈ વારંવાર ગંદા ઈશારા કરતા હોવાનો દાવો મહિલાએ દાવો કર્યો હતો. બેન કઈ કહે તો આ શખ્સ ઝઘડો કરીને ગંદી ગાળો બોલતો હતો. 181ની ટીમને જોઈને સોસાયટીની મહિલાઓ પણ આવી ગઈ હતી. તેઓએ પણ આ શખ્સની ફરિયાદો કરી હતી. જેમાં આ શખ્સ નિર્વસ્ત્ર થઈ ઘરની બહાર સુઈ જાય છે, રસ્તામાં આવતા-જતાં લોકોને ગાળો આપે છે.

જેને પગલે આસપાસના લોકો પણ બાળકોને બહાર મોકલી શકતા નથી. વહેલી સવારે અને બપોરના સમયે તે ગમે તે રીતે મોટો અવાજ કરીને લોકોને પરેશાન કરતો હોવાની ફરિયાદો મહિલાઓએ કરી હતી. 181ની ટીમ પહોંચી તે પહેલાં ચાલી રહેલાં ઝઘડામાં મહિલાએ પોલીસ બોલાવવાની વાત કરતાં પાડોશી શખ્સ ભાગી ગયો હતો. જેને પગલે અભયમની ટીમ તેના ઘરે ગઈ ત્યારે તેના પત્ની હતી અને પતિ લગ્નમાં ગયા હોવાનું કહ્યું હતું. જેને પગલે તેને ફોન કરીને ઘરે આવવાનું કહેતાં કલાક સુધી ઘરે આવ્યો ન હતો. મહિલા ચાલી શકતા ન હોવાથી પીસીઆર બોલાવીને સે-7 પોલીસને બોલાવાઈ હતી. જેને પગલે પોલીસે ફોન કરનાર મહિલા અને આસપાસની મહિલાઓની ફરિયાદો મુદ્દે અરજી લીધી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે મહિલાઓની ખોટી રીતે હેરાનગતિ કરતાં આ શખ્સ સામે કડક પગલાં લઈને કાર્યવાહી કરવા માટે મહિલાઓની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...