કાર્યક્રમ:રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસ શાળાના વિદ્યાર્થીઓની વિજ્ઞાનની શક્તિ ખીલવશે

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે ગત વર્ષે ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
  • 10થી 17 વયના વિદ્યાર્થીઓ ભાગ લઇે થીમ આધારીત પ્રોજેક્ટ તૈયાર કરશે

શાળાના વિદ્યાર્થીઓમાં સાયન્સ અંગેની સુષુપ્ત શક્તિઓ ખીલે તે માટે રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં વિદ્યાર્થીઓ આરોગ્ય અને સુખાકારી માટે જીવસૃષ્ટિની સમજણ વિષય ઉપર વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ તૈયાર કરીને ભાગ લેશે.

સાયન્સ અંગેની વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમાં કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ એનસીએસટીસી દ્વારા બાલવિજ્ઞાન પરિષદનું આયોજન કરવામાં આવે છે. તેમાં 1993થી રાષ્ટ્રીય બાલવિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમથી બાળ વૈજ્ઞાનિકો ઉભા કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓમાં રહેલી વિજ્ઞાન પ્રત્યેની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમ યોજાય છે. કોરોનાની મહામારીને કારણે ગત વર્ષે ઓનલાઇન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જોકે ચાલુ વર્ષે કોરોનાની મહામારીની મંદ ગતિ હોવાથી ઓફલાઇન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. તેમાં વિદ્યાર્થીઓએ આરોગ્ય અને સુખાકારી માટે જીવસૃષ્ટિની સમજણ વિષય ઉપર પ્રોજેક્ટ તૈયાર કરીને જિલ્લાકક્ષા, રાજ્ય અને રાષ્ટ્રીયકક્ષા સુધી વિજેતા વિદ્યાર્થી ભાગ લઇ શકે છે.રાષ્ટ્રીય બાળવિજ્ઞાન કોંગ્રેસમાં બે જૂથમાં વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. તેમાં એક જૂથમાં 10 વર્ષથી 14 વર્ષના (નીચલી વય જૂથ) અને બીજુ વર્ષ-14થી 17 વર્ષના (ઉપલી વય જૂથ) નક્કી કરવામાં આવ્યા છે.

વિદ્યાર્થીની સાથે એક શિક્ષકે સાથે ભાગ લેવાનો રહેશે. તેના માટે ગુજકોસ્ટ દ્વારા નીયત કરેલા નિયમોનુસાર ટીએ આપવામાં આવશે. જ્યારે વિદ્યાર્થીનો પ્રોજેક્ટની પસંદગી રાજ્ય કે રાષ્ટ્રીયકક્ષાએ થાય તો તેનો ખર્ચ પણ ગુજકોસ્ટ દ્વારા આપવામાં આવશે તેવો શિક્ષણ વિભાગના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય બાલવિજ્ઞાન કોંગ્રેસમાં નિયત કરેલી થીમ બે વર્ષ સુધી રહે છે. જેમાં વર્ષ-2022માં આરોગ્ય અને સુખાકારી માટે જીવસૃષ્ટીની સમજણ નક્કી કરવામાં આવી છે. થીમ આધારીત વિદ્યાર્થીઓએ પોતાનો પ્રોજેક્ટ તૈયાર કરીને ભાગ લેવાનો હોય છે.

રાષ્ટ્રીય બાલવિજ્ઞાન કોંગ્રેસમાં મુખ્ય થીમમાંથી અન્ય પાંચ ફોકલ થીમ પણ રાખવામાં આવે છે. તેમાં તમારી ઇકોસિસ્ટમને જાણો. આરોગ્ય, પોષણ અને સુખાકારીનો પ્રોત્સાહન આપવું. ઇકોસિસ્ટમ અને આરોગ્ય માટે સામાજિક અને સાંસ્કૃતિક પ્રથાઓ. સ્વ-નિર્ભરતા માટે ઇકોસિસ્ટમ આધારિત અભિગમ. ઇકોસિસ્ટમ અને આરોગ્ય માટે તકનીકી નવીનીકરણ નક્કી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...