માણસા તાલુકાના પુંધરામાં રહેતા શખ્સ દ્વારા વર્ષ 2003માં તેની પત્નિનુ મર્ડર કરવામાં આવ્યુ હતુ. જ્યારે એક વર્ષ બાદ આરોપીને ગાંધીનગર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ બનાવ બાદ હત્યારો અમદાવાદ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. ત્યારે પેરોલ ઉપર બહાર નિકળ્યા પછી જમ્પ કરવામાં આવ્યા હતા. હત્યારા પતિને એલસીબીની ટીમે તેના ગામ પુંધરાંમાંથી ઝડપી લીધો હતો.
મળતી માહિતી મુજબ માણસાના પુંધરા ગામમાં રહેતો રમેશ જીજાભાઇ રાવળ દ્વારા તેની પત્નિ સાથે મનમેળ નહિ આવતા માથાકૂટ કરી હતી અને ત્યારબાદ વર્ષ 2003માં હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા પછી માણસા પોલીસ મથકમાં ગુનો નોંધાય પછી કોર્ટમાં કેસ ચાલતા ગાંધીનગર કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો હતો.
થોડા સમય પહેલા જેલમાંથી પેરોલ લઇને બહાર આવ્યો હતો અને ત્યારબાદ જેલમાં પરત ફર્યો હતો. એલસીબીની ટીમ દ્વારા આરોપીની શોધખોળ કરવામાં આવતી હતી. જેમાં એલસીબી પીએસઆઇ બી.એચ.ઝાલાની ટીમના એએસઆઇ દિલીપસિંહ બળદેવજીને બાતમી મળી હતી કે, પેરોલ જમ્પ કરનાર આરોપી તેના ઘરે આવ્યો છે. જેને લઇ ટીમે ઘરે પહોંચી ઝડપી લીધો હતો. ઉલ્લેખનિય છેકે, અગાઉ બે વખત આરોપીએ પેરોલ જમ્પ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.