તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભેચ્છા મુલાકાતનો દોર શરૂ:મ્યુનિસિપલ કમિશનરએ તમામ વિભાગના અધિકારીઓ સાથે બેઠકો કરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી સહિતની વિગતોની ચકાસણી કરી
  • વસાહત મહાસંઘે શહેરની પરિસ્થિતિથી વાકેફ કરી ચર્ચા માટે બોલાવવા વિનંતી કરી

ગાંધીનગર કોર્પોરેશનમાં નવા મ્યુનિસિપલ કમિશનર આવતા જ શુભેચ્છા મુલાકાતોનો દૌર શરૂ થયો છે. સોમવારે ગાંધીનગર શહેર કોંગ્રેસ, શહેર વસાહત મહાસંઘ તથા સેક્ટર-3 ન્યુ વસાહત મંડળ દ્વારા મુલાકાત લેવાઈ હતી. ગુરુવારે કોર્પોરેશનમાં પદભાર સંભાળ્યા બાદ સુરત ગયા હતા. રજાઓ બાદ સોમવારે આવેલા નવા મ્યુનિસિપલ કમિશનર ડો.ધવલ પટેલની શહેર કોંગ્રેસના આગેવાનો અને પૂર્વ કોર્પોરેટરોએ શુભેચ્છા મુલાકાત લીધી દીધી હતી.

બીજી તરફ વસાહત મહાસંઘના હોદ્દેદારો અને શહેરના સંલગ્ન વસાહત મંડળના પ્રમુખ દ્વારા વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાની આગેવાનો કમિશનરને મળવા પહોંચ્યા હતા. જેઓએ ગાંધીનગર શહેરની સમગ્ર પરિસ્થિતિની જાણકારી આપી વાકેફ કરવામાં આવ્યા હતા. તેમજ શહેરના વિકાસ અને પ્રગતિમાં સંસ્થા દ્વારા સંપૂર્ણ સાથસહકાર મળશે તેવી ખાતરી આપી આપી હતી.

બીજી તરફ સેક્ટર-3 ન્યુનાં વસાહત મંડળનાં પ્રમુખ જયેશભાઈ આગજા સહિત લોકો કમિશનરને મળ્યા હતા. નવા મ્યુનિસિપલ કમિશનરે હાજર થયા બાદ તમામ વિભાગોની મિટિંગોનો દૌર શરૂ કર્યા છે. જેમાં કમિશનર દ્વારા તમામ શાખાના અધિકારીઓને તેમની કામગીરી સહિતની વિગતો મંગાવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...