તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મુંબઈના રહીશની ડભોડા સ્થિત જમીન ખોટા પાવરના આધારે વેચી

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોટી રીતે વેચતા વીસનગરના શખ્સ સામે ફરિયાદ

ડભોડા ગામની સીમમાં આવેલ 64,250 ચોરસ મીટર જમીનના ખોટા પાવર ઓફ એટર્ની તથા સોગંધનામાના કરી પચાવી પાડવા મુદ્દે પોલીસ ફરિયાદ થઈ છે. ઈસ્ટ મુંબઈ શાંતકૃઝ ખાતે રહેતાં અદી હોમી ગારા (58 વર્ષ, હોશીંગબાગ સોસાયટી)એ આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમના માતા કુમીબેન ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે અરજી કરી હતી, 24 ફેબ્રુઆરીના રોજ તેમના માતાનું અવસાન થયું હતું. જોકે તેમની અરજી મુદ્દે જિલ્લા જમીન તકેદારી સમિતિએ ફરિયાદ નોંધવાનું ઠરાવ્યું હતું.

જે મુજબ ડભોડા ખાતે ફરિયાદીના માતા કુમીબેન તથા મામા જામાસ્થા નરીમાન નામે જમીન હતી. 1979ના વર્ષમાં જમીન તેઓએ વેચી હતી પરંતુ ખરીદનાર ખેડૂત ખાતેદાર ન હોવાથી વેચાણ નોંધ રદ થઈ ગઈ હતી. ફરિયાદીના માતાનું ગોધરા ખાતેના ઘરનું સારસંભાળ રાખતા પિયુષભાઈ શાહે 2019માં ડભોડાની જમીન માટે પાર્ટી આવી હોવાની વાત કરી હતી, જોકે તેઓએ વેચવાની ના પાડી દીધી હતી. ફેબ્રુઆરી-2019માં ફરિયાદીના મામાનું અવસાન થતાં જમીનમાંથી તેમનું નામ કમી કરાવાનું હતું.

જેથી ફેબ્રુઆરી-2019માં પિયુષ શાહે એક ઈબ્રાહીમભાઈ નામતખાન પઠાણ (રહે-વિસનગર, મહેસાણા) નામના શખ્સને લઈ આવ્યા હતા. જેણે નામ કમી કરાવવાની પ્રક્રિયા માટે જરૂરી સહીઓ કરાવી હતી. અઠવાડિયા બાદ પિયુભાઈએ ફરી ફોન કરીને ઈબ્રાહીમભાઈ બાકી સહીઓ લેવા આવતા હોવાનું કહ્યું હતું. તે સમયે ઈબ્રાહીમ પઠાણે થોડા કાગળ પર સહીઓ કરાવી હતી જેમાં કેટલાક કોરા કાગળો પર હતા. માર્ચ-2019 માં ફરીયાદીને પોતાની જમીનનો વેચાણ દસ્તાવેજ થયો હોવાનું જાણવા મળ્યું હતું.

જેમાં ઈબ્રાહીમે પોતાના નામે પાવર ઓફ એટર્નીના આધારે તમામ જમીન 25 લાખમાં વેચાણ દર્શાવી હતી. જેથી અદી હોમી ગારાએ આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ઈબ્રાહીમ પઠાણે નામ કમી કરાવવાના નામે કોરા કાગળો પર સહી લઈને પાવર ઓફ એટર્નીના આધારે જમીન વેચાણ કરી દેવા મુદ્દે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હોવાનો ગુનો દાખલ થયો છે.

અન્ય સમાચારો પણ છે...