ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્યના શિક્ષણ વિભાગની પડતર પ્રશ્નોની લેખિત રજૂઆત કરીને ઉકેલ લાવવાની માંગણી કરી હતી. આથી જો આગામી 20મી ઓગસ્ટ સુધી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા જલદ કાર્યક્રમોની ચીમકી ઉચ્ચારી છે.
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના પ્રશ્નોમાં ફિક્સ પગારની નોકરીને તમામ હેતુઓ માટે સળંગ ગણવી. સાતમા પગાર પંચના એરિયર્સના હપ્તાની તાકીદે ચુકવણી કરવી. નવી પેન્શન નીતિને રદ કરીને જી.પી.એફની જૂની પેન્શન યોજના શરૂ કરવી. આ ઉપરાંત ફાજલ શિક્ષકોને રક્ષણ આપવાના આદેશમાં રહેલી વિસંગતતાઓને તાકીદે દૂર કરવી સહિતના પડતર પ્રશ્નોને દૂર કરવા શિક્ષણ વિભાગને સમય જ મળતો નથી. તેમશિક્ષકોએ જણાવ્યું છે.
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પ્રશ્નો અંગે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ સંકલન સમિતિ દ્વારા અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત થઈ છે. તેમ છતાં પ્રશ્નો નહીં ઉકેલાતાં હાલમાં વિરોધ કાર્યક્રમો ચલાવાઈ રહ્યા છે.ગુજરાત કર્મચારી સંઘ સંકલન સમિતિના જણાવ્યા મુજબ શિક્ષકોના પ્રશ્નો અંગે શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી છે ત્યારે હવે આગામી દિવસોમાં શું થાય છે તે જોવાનું રહ્યુ.ં
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.