દુષ્કર્મ:ગાંધીનગરમા સગીર સાળી પર દુષ્કર્મ આચરનાર જમાઈ વિરુદ્ધ સાસુએ ફરિયાદ નોંધાવી

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસુએ સેક્ટર-21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

ગાંધીનગરમાં પત્ની સાથે સાસરીમાં આવેલા જમાઈએ સગીર વયની સાળીને લગ્નની લગ્નની લાલચ આપી ભગાડી જઈ દુષ્કર્મ આચરતા સાસુએ ગાંધીનગરના સેકટર-21 પોલીસ મથકે પોતાના જમાઈ વિરુદ્ધ ફરિયાદ આપતાં પોલીસે અપહરણ અને બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સેક્ટર-21 પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ગાંધીનગરના છાપરામાં રહેતા 45 વર્ષીય મહિલાના પરિવારમાં પતિ સહિત સાત પુત્રો અને 3 પુત્રીઓ છે જેમાં 21 વર્ષીય પુત્રીના લગ્ન દોઢ વર્ષ અગાઉ પાલનપુરના અજય નામના યુવક સાથે થયા હતા છેલ્લા ઘણા દિવસોથી જમાઈ અને પુત્રી તેમના ઘરે આવ્યા હતા. ગત તારીખ ૧૮મી માર્ચના રોજ બપોરના સમયે ચા લેવાનું કહ્યું અજય ઘરેથી નીકળ્યો હતો જ્યારે તેમની 15 વર્ષની પુત્રી પણ કામ હોવાનું કહીને ઘરેથી નીકળી ગઈ હતી. મોડી રાત સુધી જમાઈ અને પુત્રી ઘરે પરત ન ફરતા તેઓએ બંનેની શોધખોળ આદરી હતી પરંતુ તેમનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો.

આ દરમિયાન ફરિયાદીની મોટી પુત્રીએ ભાંડો ફોડયો હતો કે તેનો પતિ નાની બહેન પર ખરાબ દાનત રાખતો હતો અને બે દિવસ પહેલા બંને જણા એકલામાં વાતો કરતા હતા આ બાબતે તેણે પતિને ઠપકો પણ આપ્યો હતો. પોતાની મોટી પુત્રીની વાત સાંભળી પરિવારજનોએ બંનેની પાલનપુર શોધખોળ આદરી હતી, પરંતુ જમાઈ અને સગીર વયની પુત્રીની ક્યાંય ભાળ મળી ન હતી. જોકે બે દિવસ પછી બંને ગાંધીનગર પરત આવી ગયા હતા. પરિવારે પૂછતાંછ કરતા સગીરાએ જણાવ્યું હતું કે જીજાજી તેને લગ્નની લાલચ આપીને લઈ ગયા હતા અને પાલનપુરમાં તેની સાથે જીજાજીએ ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું.

આ અંગે સેક્ટર-21 પી.આઈ મનોજ ભરવાડે જણાવ્યું હતું કે જમાઈએ આ બાબતે માફી માગીને ફરીવાર આવું નહીં કરવા બાહેધરી આપી હતી જેના પગલે જમાઈ સામે માત્ર હેરાન ગતિની અરજી કરી હતી જે અંતર્ગત અજયના જામીન પર લેવડાવવામાં આવ્યા હતા પરંતુ અજય ફરીવાર સાસરીમાં જઈને સગીરાને ઉપાડી જવાની ધાક ધમકી આપી હતી જેના પગલે તેની માતાએ ફરિયાદ આપતા જમાઈ અજય વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...