તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ વિભાગ દ્વારા આદેશ:પ્રાથમિક શાળાનો સવારનો સમય માત્ર જુલાઇ પૂરતો રહેશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રો શાળામાં ન આવતા હોવાથી રજૂઆત કરી હતી
  • શિક્ષકોના સંઘોએ કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરાયો

રાજ્યમાંથી હજુ કોરોના નાબુદ થયો નથી. આથી હાલમાં શાળાઓ ખોલી દેવામાં આવી હોવા છતાં બાળકોને શાળામાં બોલાવવામાં આવતા નથી. પરંતુ ઓનલાઇન શિક્ષણ અપાઈ રહ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગના નિયમથી નવા શૈક્ષણિક સત્રમાં જુન માસ સુધીમાં શાળાનો સમય સવારનો રાખવામાં આવે છે.

જ્યારે જુલાઇ માસથી શાળાનો સમય આખા દિવસનો કરવામાં આવે છે. આથી જુલાઇ માસમાં શાળાનો સમય આખા દિવસનો કરાયો હતો. પરંતુ રાજ્યની પ્રાથમિક શાળાના શિક્ષકોએ માંગણી કરી હતી કે હાલમાં વિદ્યાર્થીઓને બોલાવાતા નથી. ત્યારે શાળાનો સમય સવારનો રાખવામાં આવે તેવી માંગણી શિક્ષકોમાં ઊઠી હતી.

આથી શિક્ષકોના રાજ્યકક્ષાના મહાસંઘ અને સંઘ દ્વારા શાળાનો સમય સવારનો કરવાની માંગણી રાજ્યના શિક્ષણ વિભાગમાં કરી હતી. જેને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઇ એક્ટ-2009ની જોગવાઇઓને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ પ્રાથમિક શાળાનો સમય તારીખ 31મી, જુલાઇ-2021 સુધી સવારનો રાખવાનો રાજ્યના તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓને પ્રાથમિક શિક્ષણ નિયામકે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...