તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાન્ટમાંથી વિકાસ કામો થશે:15માં નાણાંપંચના વિકાસ કામોના નાણાં PFMSથી બેન્ક ખાતામાં અપાશે

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક

દસેક માસ પછી કેન્દ્ર સરકાર દ્વારા 15માં નાણાંપંચમાંથી વિકાસ કામો કર્યા બાદ તેના નાણાંની ચૂકવણી પીએફએમએસથી કરવાનો નિર્ણય લેવાયો છે. જેની અમલવારી તાલુકા પંચાયતકક્ષાથી લઇને જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી કરવામાં આવેલા વિકાસના કામોના નાણાં ચૂકવવાના રહેશે. નાણાંપંચના નાણાંની ચુકવણીના નિયમથી કહીં ખૂશી કહીં ગમના દ્દશ્યો સર્જાયા છે.

નાણાંપંચની ગ્રાન્ટ જિલ્લા વિકાસ અધિકારી હસ્તક મુકવામાં આવી છે. જિલ્લાને મળેલી કુલ ગ્રાન્ટમાંથી 70 ટકા ગ્રામ પંચાયતને 20 ટકા તાલુકા અને 10 ટકા જિલ્લા પંચાયતને ફાળવવામાં આવે છે. 15માં નાણાંપંચ અંતર્ગત ફાળવેલી ગ્રાન્ટમાંથી તાલુકાકક્ષાએ 90 ટકા રકમ વસ્તીના આધારે અને 10 ટકા રકમ ગ્રામ્ય વિસ્તારના આધારે ફાળવાશે. તેજ રીતે જિલ્લા અને તાલુકાકક્ષાએ ગ્રાન્ટ ફાળવાશે.

ઉપરાંત 15માં નાણાંપંચ અંતર્ગત ગ્રાન્ટમાંથી વિકાસ યોજના તૈયાર કરવા માટે તાલુકા અને જિલ્લાકક્ષાએ આયોજન સમિતિની રચના કરવાની રહેશે. જિલ્લાને ફાળવવામાં આવેલી 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી 25 ટકા ા પાણીને લગતા વિકાસ કામો કરવાના રહેશે. 25 ટકા ગટર સિસ્ટમ અને સેનેટેશન સહિતના વિકાસના કામો થશે. જ્યારે 50 ટકા ગ્રાન્ટનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તારમાં લોકોને ઉપયોગી તેવા રોડ, રસ્તાના કામ, પેવર કામ, કમ્પાઉન્ડ વોલના કામો કરવાની જોગવાઇ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...