તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:યુવક રિક્ષાની ટ્રાયલ મારવા જતા મોબાઇલ ચોરાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સે.21માંથી મોબાઇલ ચોરી થતાં ફરિયાદ

શહેરના સેક્ટર 21 પેટ્રોલપંપ સામેની જગ્યામાં ગેરેજ ચલાવતા યુવકના મોબાઇલની ચોરી થઇ છે. ગેરેજ માલિક રીપેરીંગમાં આવેલી રિક્ષાનો ટ્રાયલ મારવા ગયો હતો, તે દરમિયાન જ અજાણ્યો ચોર મોબાઇલ લઇને છુમંતર થઇ ગયો હતો. આ બાબતની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમાં કરતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ, 32 વર્ષીય ઝાકીર ભીખાભાઇ મનસુરી (રહે, સંજરી પાર્ક, પેથાપુર) સેક્ટર-21 પેટ્રોલ પંપ સામે આવેલી ખુલ્લી જગ્યામાં ગેરેજ ચલાવે છે. રીપેરીંગ દરમિયાન વાહન રીપેર કર્યા બાદ તેનું ચેકીંગ કરવાનુ હોય છે. ત્યારે ગેરેજ માલિક રીપેરીંગમાં આવેલી રિક્ષાનો ટ્રાયલ લેવા માટે ગયો હતો, તે સમયે તેનો મોબાઇલ ગેરેજ પર જ મુકીને ગયો જ્યારે તે પરત આવ્યો ત્યારે મોબાઇલ જગ્યા પર જોવા મળ્યો ન હતો. જ્યારે તેના નંબર પર અન્ય મોબાઇલ દ્વારા કોલ કરાયો તો મોબાઇલ સ્વીચ ઓફ આવ્યો હતો. જેને લઇને સેક્ટર 21 પોલીસ મથકમાં રૂપિયા 10 હજારના મોબાઇલની ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરને પકડવા તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં ચોરીના બનાવો વધતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચોરીને અંજામ આપતા આવા લોકોને ઝડપી લેવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...