મુખ્યમંત્રી અને મંત્રીમંડળના સભ્યોએ સ્વર્ણિમ સંકુલમાં પોતાની ચેમ્બરમાં જઇ કાર્યભાર સંભાળતા, મુખ્યમંત્રીએ દરેક મંત્રીની ચેમ્બરમાં રૂબરૂ જઈ શુભેચ્છા પાઠવી હતી.મંગળવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલ-1ના ત્રીજા માળે પોતાના કાર્યાલયમાં દાદા ભગવાન અને સીમંધર સ્વામીની પૂજા-અર્ચના કરી કાર્યભાર સંભાળ્યો હતો. આ સમયે તમામ મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મંત્રીઓએ પોતાની ચેમ્બરમાં જઇ પૂજા-પાઠ કરીને કામગીરીની શરૂઆત કરી હતી. મોટાભાગના મંત્રીઓના પરિવારના સભ્યો પણ તેમની સાથે રહ્યા હતા.
હાલ અમુક મંત્રીઓનું ઠેકાણું સરકિટ હાઉસ
નવનિયુક્ત મંત્રીઓએ બંગલા પસંદ કરીને ફાળવણી માટે માર્ગ અને મકાન વિભાગને દરખાસ્ત કરી છે. પરંતુ અમુક બંગલા ખાલી નથી અને ક્યાંક મંત્રીઓએ સુધારા સૂચવ્યા છે જેથી હાલ બંગલાની ફાળવણી થઈ નથી. જેથી કેટલાક મંત્રીઓએ રાત્રિ રોકાણ માટે ગાંધીનગર સરકિટ હાઉસમાં રૂમ બૂક કરાવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.