તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીમાં વધારો:શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 13 ડિગ્રી નોંધાયો

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટનગર ગાંધીનગરમાં ગુરૂવારે નોંધાયેલા લઘુત્તમ તાપમાન 14 ડીગ્રીમાં શુક્રવારે એક ડીગ્રીનો ઘટાડો થઈને 13 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ નોંધાયેલા 34 ડીગ્રીમાં એક ડીગ્રીનો વધારો થઈને શુક્રવારે મહત્તમ તાપમાન 35 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. એટલે ક્યાંકને ક્યાંક રાત્રીના સમયે ઠંડી અને દિવસ દરમિયાન સામાન્ય ગરમીનો અનુભવ થયો હતો. છેલ્લા 15 દિવસથી વધ-ઘટ થતાં તાપમાનને પગલે શિયાળો હજુ જોઈએ તેવો જામ્યો નથી. 24 નવેમ્બરના રોજ લઘુત્તમ તાપમાન 11.5 ડીગ્રી સુધી પહોંચી જતાં શિયાળો જામવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો