તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સ્વભંડોળમાંથી ખર્ચની સત્તા પ્રમુખને આપવાની સદસ્યોએ માંગણી કરતા સભામાં 2 જૂથ પડી ગયા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીનગર તા.પં.નું બજેટ 1.69 કરોડની પુરાંતવાળું સર્વાનુમતે મંજૂર
 • કારોબારી સમિતિની 50 ટકા સત્તાઓ ખેંચાઇ
 • દરેક સદસ્યોને ફાળવેલી ગ્રાન્ટની રકમ વધારવા માંગ, તાલુકા પંચાયતમાં ગમે ત્યારે બળવો થાય તેવી શક્યતા

ગાંધીનગર તા.પંચાયતનું 2021-22નું અંદાજપત્ર સભામાં રજૂ કરાયું હતું. બજેટમાં વર્ષ દરમિયાન કુલ 943.90 લાખની આવકની સામે 774 લાખનો ખર્ચ અંદાજાયોછે. આથી કુલ 169.80 લાખની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. જો કે, સ્વભંડોળમાંથી વિકાસના કામો કરવાના મામલે કોંગ્રેસના સભ્યોની આંતરીક લડાઇ સપાટીએ આવી હતી.

તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કર્યાને 3 માસ થયા ત્યાં જ આંતરીક લડાઇ બજેટની સામાન્ય સભામાં સપાટીએ આવી હતી. જેથી તાલુકા પંચાયતમાં ગમે ત્યારે બળવો થાય તેવી શક્યતા છે. તાલુકા પ્રમુખ ગોપાળજી ઠાકોરની અધ્યક્ષતા મળેલી સામાન્ય સભામાં તાલુકા પંચાયતનું 2021-22નું અંદાજપત્ર રજૂ કરાયું હતું. જોકે ગત વર્ષ કરતા અંદાજ પત્રમાં 2 કરોડનો ઘટાડો નોંધાયો હતો. બજેટમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી કુલ 4.50 કરોડના વિકાસ કામોની જોગવાઇ કરાઈ હતી. સામાજિક ન્યાય સમિતિને સ્વંતંત્ર રીતે રૂ. 50 લાખની જોગવાઇ સમાજના ઉત્થાન અને સામાજિક સમરસતા માટે ફાળવાઈ છે. પશુપાલન ક્ષેત્રે રૂ. 5 લાખની, આરોગ્ય અને જનસુખાકારી માટે રૂ. 4 લાખ, વિકાસ પ્રવૃત્તિ અને ખુટતી સુવિધાઓ માટે રૂ.40 લાખની જોગવાઇ, કર્મચારીઓના કલ્યાણ પ્રવૃત્તિ પાછળ 5 લાખની જોગવાઇ કરી છે. ગ્રામ પંચાયતોમાં પાણીની સુવિધા માટે15 લાખ, ચોમાસામાં પાણીના નિકાલ સહિતના કામો માટે 20 લાખની જોગવાઇ કરી છે.

બજેટની સામાન્ય સભામાં સ્વભંડોળના 4.50 કરોડમાંથી વિકાસના કામો કરવાની સત્તા પ્રમુખ હસ્તક કરવાની માંગણી પૂર્વ કારોબારી સમિતિના ચેરમેન રસિકભાઇ ઠાકોરે કરી હતી. જેને અન્ય સભ્યોએ સમર્થન આપતા કારોબારી સમિતિના ચેરમેનના પતિએ વિરોધ કર્યો હતો. જોકે અંતે સ્વભંડોળમાંથી વિકાસના કામો કરવાની 50 ટકા સત્તા કારોબારી સમિતિના ચેરમેન અને 50 ટકા કામો તાલુકા પ્રમુખ હસ્તક રાખવાનો નિર્ણય લેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો