તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ડેલ્ટા પ્લસની અસર વિશે તબીબી સ્ટાફને સમજણ અપાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર મેડિકલ કોલેજમાં ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને તાલીમ અપાઈ

કોરોનાની સભંવિત ત્રીજી લહેરને પગલે તેની તૈયારીઓના ભાગરૂપે ગાંધીનગર મેડિકલ કોલેજના તબિબો, નર્સ, પેરા મેડિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને તાલીમ અપાઈ હતી. તેમાં વેક્સિનેશનની કામગીરી વધારવા માટે આરોગ્યના કર્મચારીઓએ ઉત્સાહથી કામગીરી કરવા જણાવ્યું હતું.

કોરોનાની પ્રથમ લહેરની સરખામણીએ બીજી લહેર આરોગ્ય વિભાગને લઇને તમામ વ્યક્તિઓના કલ્પના બહારની ઘાતક બની રહી હતી. ત્યારે કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં બીજી લહેરમાં કરેલી ભૂલો કે કચાશનું પુનરાવર્તન થાય નહીં તે માટે ગાંધીનગર મેડિકલ કોલેજ ખાતે તબિબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફ સહિતના કર્મચારીઓને તાલીમ અપાઈ હતી.

કોરોનાની ત્રીજી લહેરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્સમાં શું શું અને કેવી અસર કરી શકે છે તેની સંભાવના સાથેની જાણકારી અપાઈ હતી. જોકે વેક્સિન લેનારને બીજી લહેરની ઓછી અસર થવા પામી હતી. આથી કોરોનાની સભંવિત ત્રીજી લહેરને હરાવવા માટે વેક્સિનેશનની કામગીરીને વધારે સઘન કરવી પડશે. તેના માટે ડોક્ટર, નર્સીંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ અને અન્ય આરોગ્ય કર્મચારીઓએ લોકો વધુને વધુ વેક્સિન લે તે માટે સમજાવવા સહિતની કામગીરી ઉત્સાહથી કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.

કોરોનાની બીજી લહેરના ભયાનક સ્વરૂપની પણ ચિંતા કર્યા વિના કોરોનાના વોરીયર્સે પોતાની જીવની પરવા કર્યા વિના ફરજ બજાવી છે. ત્યારે કોરોનાની સભંવિત ત્રીજી લહેરના પ્રારંભિક તબક્કામાં નાથવા માટે ડોર ટુ ડોર સર્વેલન્સ, કન્ટેન્ટમેન્ટ ઝોનનું સુચારૂ આયોજન કરવા ઉપર ભાર મુક્યો હતો. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકોને ઝડપી અને નજીક સારવાર મળી રહે તે માટે સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિજનની સુવિધા ઉભી કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે એસઆઇએચએફડબલ્યુના નાયબ નિયામક ડો.મનીષ ફરેન્સી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકી, ગાંધીનગર મેડિકલ કોલેજના ડીન ડો. શોભના ગુપ્તા, સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.નિયતીબેન લાખાણી, ડો.દિનકર ગોસ્વામી, ડો.કલ્પેશ જસપરા, ડો.કલ્પેશ પરીખ સહિત તબિબો ઉપસ્થિત રહ્યા હતા.

રેમડેસિવિર ઇન્જેક્શનથી ડેડ બોડી મેનેજમેન્ટની જાણકારી આપી
કોરોનાના દર્દીઓ દાખલ થાય ત્યારે રેમેડેસિવિર ઇન્જેક્શન ક્યારે અને કેવા દર્દીઓને આપી શકાય ત્યાંથી લઇને ડેડ બોડી મેનેજમેન્ટ સહિતની જાણકારી તબિબો, નર્સિંગ, પેરામેડિકલ સ્ટાફ તેમજ અન્ય આરોગ્યના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત તેમને ડેલ્ટા પ્લસની અસર વિશેની પણ જાણકારી આપવામાં આ‌ઈ હતી.

તમામ તબિબે દર્દીની સારવાર કરવી પડશે
કોરોનાની પ્રથમ અને બીજી લહેરમાં કોવિડના દર્દીઓની સારવારનો ભાર મેડિસિન ડોક્ટરો ઉપર વિશેષ હતો. ત્યારે કોરોનાની સભંવિત ત્રીજી લહેરમાં તમામ તબિબોએ કોરોનાના દર્દીઓની સારવાર અને નિદાન કરવું પડશે. તેના માટેની જરૂરી તાલીમ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...