સુવિધા:ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરો શરૂ કરવા તંત્રની સૂચના અપાઈ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ વિકાસના અગ્રસચિવ જાખોરાની મુલાકાત લેશે

કોરોનાના વધતા જતા કેસને પગલે ગ્રામ્ય વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવાની સુચના આપી દેવામાં આવી છે. ઉપરાંત કોવિડ કેર સેન્ટરમાં કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું સહિતની જાણકારી લેવા માટે શુક્રવારે ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ જાખોરા ગામની મુલાકાતે આવશે.

હાલમાં કોરોનાનું સંક્રમણનું પ્રમાણ શહેરી વિસ્તાર અને નગરપાલિકા વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યું છે. પરંતુ આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી સંક્રમિત લોકોને સારવાર માટે કોવિડ કેર સેન્ટર ઉભા કરવાના આદેશો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

જોકે કોરોનાની બીજી લહેરમાં જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર ઉભા કરવામાં આવ્યા હતા. જોકે કોવિડ કેર સેન્ટરમાં માઇલ્ડ અસરવાળા અને એસિમટોમેટીક દર્દીઓને દાખલ કરીને ત્રણ ટાઇમ દવા આપવામાં આવતી હતી. ત્યારે હાલમાં વધતા જતા કોરોનાના કેસને જોતા આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે.

ગ્રામ્ય વિસ્તારોના કેર સેન્ટરમાં લોકભાગીદારીથી બેડ, ગાદલા તેમજ ભોજન સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી. જ્યારે દવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરફથી કરવામાં આવતી હતી. ત્યારે હાલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાના આદેશની સાથે જ તારીખ 7મી, શુક્રવારે ગ્રામ વિકાસ વિભાગના સચિવ જિલ્લાના જાખોરા ગામના કોવિડ કેર સેન્ટરની મુલાકાતે આવશે.

અન્ય સમાચારો પણ છે...