વાતાવરણ:પાટનગરમાં ઠંડા પવનથી 24 કલાકમાં મહત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડ્યું

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શુક્રવારે 34.5 ડિગ્રી તાપમાન હતું, શનિવારે પારો 31.5 ડિગ્રી પર સ્થિર

એક મહિનાથી નગરના મહત્તમ તાપમાનનો પારો સ્થિર રહેતાં 33થી 35 ડિગ્રી આસપાસ રહેતો હતો પરંતુ ઠંડા પવનોને કારણે 24 કલાકમાં નગરનો મહત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી ગગડતા પારો 31.5 ડિગ્રીએ અટક્યો છે. શુક્રવારે મહત્તમ તાપમાનનો પારો 34.5 ડીગ્રી નોંધાયો હતો. જે માત્ર 24 કલાકમાં 3 ડિગ્રી ગગડતાં શનિવારેએ 31.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. નવરાત્રીથી ઠંડીએ જોર પકડતાં લઘુત્તમ તાપમાન 15થી 18 ડિગ્રીની આસપાસ રહેતું હતું પરંતુ દિવાળીના તહેવારોમાં નગરના લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીથી નીચે ઉતર્યો હતો. આથી 31 ઓક્ટોબરે લઘુત્તમ તાપમાનનો પારો 12.0 ડીગ્રી પહોંચ્યો હતો.

જ્યારે તેની સરખામણીએ મહત્તમ તાપમાનનો પારો 33.5 ડિગ્રી નોંધાયો હતો. ત્યાર બાદ 7 નવેમ્બરે લઘુત્તમ તાપમાનનો પારો 11 ડિગ્રીની સામે મહત્તમ તાપમાનનો પારો 32 ડિગ્રી નોંધાયો હતો. ત્યારબાદ હવામાનમાં આવેલા નાટ્યાત્મક પલટાને પગલે નગરના આકાશમાં વાદળોના અડિંગા જોવા મળતા હતા. જેને પરિણામે ઠંડીનું જોર ઘટતા લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીએ પહોંચી ગયો છે. પરંતુ શનિવારે દિવસભર ફુંકાયેલા ઠંડા પવનોના કારણે નગરનો મહત્તમ તાપમાનમાં 3 ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 31.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 15.5 ડીગ્રી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...