શિક્ષણ:ધો-12 સાયન્સની શનિવારે શાળામાંથી માર્કશીટ અપાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20મીએ માર્કશીટ શાળાઓમાં મોકલી અપાશે

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સાયન્સ પ્રસિદ્ધ કરેલા પરિણામની માર્કશીટ વિદ્યાર્થીઓને તારીખ 21મી, શનિવારના રોજ શાળામાંથી અપાશે. જોકે રાજ્યભરના જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે માર્કશીટ તારીખ 20મી, શુક્રવારે મોકલી આપવામાં આવશે. આથી જિલ્લાની શાળાઓમાં માર્કશીટ પહોંચી કરવાનો શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ-2022માં લેવાયેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષા અને ગત એપ્રિલ-2022માં લેવાયેલી ગુજસેટનું પરિણામ ગત તારીખ 12મી, મે-2022ના રોજ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું હતું.

જોકે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરેલા પરિણામની માર્કશીટ વિદ્યાર્થીઓને તારીખ 21મી, શનિવારે શાળાઓમાંથી આપવાનું આયોજન શિક્ષણ બોર્ડે કર્યું છે. જે અંતર્ગત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરના તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે માર્કશીટ પહોંચાડવામાં આવશે. આથી ધોરણ-12 સાયન્સ અને ગુજસેટના ગુણપત્રકો, એસ.આર. અને પ્રમાણપત્રો જિલ્લાની તમામ શાળાઓમાં પહોંચતી કરવાનું આયોજન કરવાની સુચના આપી છે. આથી તારીખ 21મી, શનિવારે શાળાઓમાંથી વિદ્યાર્થીઓને પરિણામ મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.

આથી જિલ્લાની તમામ શાળાઓએ ધોરણ-12 સાયન્સ અને ગુજસેટના પરિણામ મુખત્યાર પત્ર રજુ કરીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિયત કરેલા વિતરણ કેન્દ્રો અને સમયે મેળવી લેવાનું રહેશે. ઉપરાંત શાળાઓએ આગામી તારીખ 23મી, મે સુધીમાં વિદ્યાર્થીઓને પરિણામ આપવાની કામગીરી પૂર્ણ કરવાની રહેશે. જોકે અન્ય બોર્ડના ઉમેદવારોને ગુજસેટની માર્કશીટ ટપાલથી મોકલી આપવામાં આવશે તેવો આદેશ શિક્ષણ બોર્ડના વિજ્ઞાન પ્રવાહના નાયબ નિયામક ટી.કે.મહેતાએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...