ધરપકડ:કુડાસણના પાન પાર્લરમાંથી ઇ સિગારેટ પકડાતાં સંચાલકની ધરપકડ કરાઈ

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ન્યૂ ગાંધીનગર વિસ્તારમાં અનેક સ્થળે દૂષણ ચાલી રહ્યું હોવાની ચર્ચા

વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે પોલીસ કામગીરી બતાવવા દોડી રહી છે. ન્યૂ ગાંધીનગર વિસ્તારમા અનેક જગ્યાએ છૂપી રીતે ગોરખધંધા ચાલી રહ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. ત્યારે પોલીસે કુડાસણમાં આવેલા પાન પાર્લર ઉપરથી ઇ સિગરેટ જપ્ત કરી હતી. ઇ સિગારેટ રાખનાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ જિલ્લામા ઇ સિગરેટના કેસ કરવા માટે ડ્રાઇવ પોલીસ દ્વારા ડ્રાઇવ કરવામા આવી રહી છે. ઇ સિગરેટના રવાડે ચડેલા યુવાનોને બચાવવા કામગીરી કરવામા આવી રહી છે. પોલીસને બાતમી મળી હતી કે, ન્યૂ ગાંધીનગર વિસ્તારના કુડાસણના પ્રમુખ આર્કેડમા આવેલી બોબમાર્લે નામના પાન પાર્લરમા ઇ સિગરેટ વેચવામાં આવી રહી હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે પાર્લરમા દરોડો પાડ્યો હતો. જ્યાંથી સફેદ વાદળી કલરનુંુ ંવેપ લખેલા બોક્સમાંથી ઇ સિગરેટ મળી આવી હતી.

જેમા રિફીલ અને ચાર્જર વાયર મળી 2 હજાર રૂ પિયાની ઇ સિગરેટ જપ્ત કરી હતી. પાર્લર ચાલક ગોટુલાલ ઉર્ફે નારાયણલાલ ગેહરીલાલ ગુર્જર (રહે, રબારીવાસ, સરગાસણ. મૂળ રહે, કોટ, રાયપુર, રાજસ્થાન) સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...