તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:સેક્ટર-28 ગાર્ડનનો ‘મેકઅપ’ 2 વર્ષમાં જ ઉતરવા લાગ્યો!

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કરોડો રૂપિયા ખર્ચે નવીનીકરણ પામેલા બાલોદ્યાનની દિવાલો, સાધનો બે વર્ષમાં જ તૂટવા લાગ્યા છે. - Divya Bhaskar
કરોડો રૂપિયા ખર્ચે નવીનીકરણ પામેલા બાલોદ્યાનની દિવાલો, સાધનો બે વર્ષમાં જ તૂટવા લાગ્યા છે.
  • 12 કરોડના ખર્ચે બનેલા ગાર્ડનની દિવાલો ખવાઈ, સાધનો તૂટવા લાગ્યા, અનેક બ્લોક બેસી ગયા
  • ગાર્ડન 2018ના અંતમાં ફરીથી લોકોે માટે ખુલ્લો મૂકાયો હતો

એક સમયે ગાંધીનગરની ઓળખ ગણાતા સેક્ટર-28 બાલોદ્યાનના નવીનીકરણ પાછળ મનપામાં દ્વારા 12 કરોડનો ખર્ચ કર્યો છે. કરોડો રૂપિયા ખર્ચે નવીનીકરણ પામેલા બાલોદ્યાનની દિવાલો, સાધનો બે વર્ષના ટુંકા ગાળામાં તૂટવા લાગ્યા છે. કમ્પાઉન્ડ વોલનામાં ખાબડા પડવાની સાથે અંદર બનેલી કેટલીક પાળીઓમાં પણ પોપડા ઉખડવા લાગ્યા છે.

નવીનીકરણ પછીના બે વર્ષના ગાળામાં છેલ્લા નવેક મહિનાથી તો ગાર્ડન જ બંધ છે. કારણ કે 12 કરોડના જંગી ખર્ચે બનો બનેલું ગાર્ડન 2018ના એન્ડમાં ફરીથી લોકોને માટે ખુલ્લો મુકાયો હતો. જે બાદ સવા વર્ષ જેટલો સમય ગાર્ડન ચાલુ રહ્યાં હતા. કોરોના સંક્રમણને પગલે એપ્રિલની આસપાસ બંધ કરાયેલા બાલોદ્યાન હાલ પણ બંધ હાલતમાં જ છે. બાલોદ્યાનના મુખ્ય ગેટની પાર્કિંગને થયેલું બાંધકામ તૂટી ગયું હતું. તો કમ્પાઉન્ડ વોલમાં અનેક એ પ્રકારે ખવાઈ ગઈ છે કે જાણે કે નવીનીકરણ વખતે જૂની વોલ જ યથાવત રાખીને ઉપર મેકઅપ કરી દેવાયો ના હોય.

બીજી તરફ ગાર્ડનમાં નાખવામાં આવેલા બ્લોક અનેક સ્થળે બેસી ગયા છે. જેને પગલે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બાલોદ્યાનમાં કામગીરી બાબતે ગંભીર બેદરકારી રખાઈ હોવાની લોકલાગણી છે. આ રીતે બગીચા પાછળ થયેલો ખર્ચ હાલની સ્થિતી જોતા એળે જઈ રહ્યો હોય તેવી વાતો ચર્ચાઈ રહી છે.

ગ્રામહાટનો ઉપયોગ થયો નથી પરંતુ ગાબડાં પડવાના શરૂ થઈ ગયા
બાલોદ્યાનમાં ગ્રામહાટની કામગીરી પૂર્ણ થયાને દોઢેક વર્ષ જેટલો સમય થઈ ગયો છે. લોક કલાકારો દ્વારા સીધા વેચાણના હેતુથી બનેલા હાટનો ઉપયોગ હજુ સુધી થયો નથી પણ તેમાં પણ કેટલાક સ્થળે ગાબડા તો કેટલાક સ્થળે તિરાડો પડવાનું ચાલુ થઈ ગયું છે. કેટલાક સ્થળે વોકવે બેસી ગયો છે. ત્યારે સરિતા ઉદ્યાનની નવીનીકરણની કામગીરી સામે ઉઠેલા સવાલો હવે સે-28ની કામગીરી સામે પણ ઉઠી રહ્યાં છે. સે-28માં બીનજરૂરી વધુ પડતાં ખર્ચા અંગે અગાઉ ઉચ્ચકક્ષાએ રજૂઆતો પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

બગીચાના રિનોવેશન પાછળ 10ના બદલે 12 કરોડનો ખર્ચો કરાયો છે
બાલોદ્યાનના રિનોવેશ માટે ટેન્ડર અપાયું ત્યારે ‌10 કરોડનો ખર્ચ થવાનો અંદાજ હતો. પરંતુ યેનકેન પ્રકારે ખર્ચ વધારીને 12 કરોડે પહોંચાડી દેવાયો હતો. પાટનગરને શોભે તેવો અદ્યનત બગીચો બનાવવાની સાથે બાળકોથી માંડીને વડીલો માટે વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં કોઈ કચાશ ન રહે તેવું આયોજન કરાયું હતું. ત્યારે ટુંકા ગાળામાં જ પડવા લાગેલા ગાબડા બાબતે તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને પગલાં લે તે જરૂરી બની ગયું છે. કારણ કે સે-28ની જેમ જ શહેરના વિવિધ ગાર્ડનોમાં તંત્ર હાલ કરોડોનો ખર્ચો કરી રહ્યું છે. જેથી નવી કામગીરીમાં બીન જરૂરી એક્સેસ ન થાય અને કામગીરીની ગુણવત્તા જળવાઈ રહે તે ઈચ્છનિય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો