તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માણસાથી સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરનાર પ્રેમી મુંબઈથી ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છ મહિના અગાઉ અપહરણ કરનાર પ્રેમીને મુંબઈથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી લીધો

ગાંધીનગરના માણસા ખાતેથી સગીર વયની પ્રેમિકાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી છ મહિના અગાઉ અપહરણ કરનાર પ્રેમીને મુંબઈથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગાંધીનગરના માણસા ખાતેથી માર્ચ મહિનામાં સગીર વયની પ્રેમિકાને લગ્નની લાલચ આપી પ્રેમી કમલેશ દેવાજી ઠાકોર ભગાડી ગયો હતો. જે અંગે માણસા પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. જે અન્વયે ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી.

ઉક્ત અપહરણ પ્રકરણની એસઓજી દ્વારા ઝિણવટ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અન્વયે ગુના સબંધિત થયેલી તપાસ ના કાગળોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો અને ટેકનિકલ સર્વેલન્સ થકી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે માલુમ પડેલું કે ભોગ બનનાર સગીરા અને આરોપી મહારાષ્ટ્રના સિરવલ ગામ તાલુકો સતારા ખાતે હોવાની સ્પષ્ટ માહિતી મળી હતી.

માહિતીના આધારે પીએસઆઇ એમ એસ રાણા સ્ટાફના માણસો સાથે તુરંત મહારાષ્ટ્ર ખાતે પહોંચી ગયા હતા. સગીરા તેમજ કમલેશ ઠાકોરને ગાંધીનગર પરત લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...