વેઇટિંગનો વિવાદ:LRDની યાદી 3 દિવસમાં જાહેર કરવાની વાતને 3 અઠવાડિયાં થયાં છતાં જાહેર ન થઈ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
એલઆરડી ભરતીમાં પુરુષ ઉમેદવારોનો વેઇટિંગ લિસ્ટ ઓપરેટ નહીં કરતા ઉમેદવારો રજૂઆત કરવા નવા સચિવાલય પહોંચ્યા હતા. - Divya Bhaskar
એલઆરડી ભરતીમાં પુરુષ ઉમેદવારોનો વેઇટિંગ લિસ્ટ ઓપરેટ નહીં કરતા ઉમેદવારો રજૂઆત કરવા નવા સચિવાલય પહોંચ્યા હતા.
  • પોલીસે ભાવિ લોકરક્ષકોને નવા સચિવાલયમાં દાખલ થતાં પહેલાં જ ભગાડી મૂક્યા

એલઆરડીની ભરતીમાં વેઇટિંગનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. 22 એપ્રિલે ગૃહમંત્રીએ 3 દિવસમાં વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની જાહેરાત કર્યા બાદ 3 સપ્તાહ થવા છતાં યાદી જાહેર કરાઈ નથી. આથી ઉમેદવારો મંગળવારે નવા સચિવાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ પોલીસે ભગાડી મૂક્યા હતા.

એલઆરડીની ભરતીમાં મહિલા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું હતું પરંતુ પુરુષ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું નહોતું. આથી પુરુષ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. ત્યાર બાદ આશરે 3 વર્ષના આંદોલન પછી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી 22 એપ્રિલે આંદોલનકારી પુરુષ ઉમેદવારોને રૂબરૂ મળ્યા હતા અને તેમની માગણી સંતોષી હતી.

નિર્ણય ન આવે ત્યાં સુધી ચંપલ ન પહેરવાની માનતા પણ પૂરી કરાવી હતી. આંદોલનકારી રોહિત માળીએ કહ્યું હતું કે અમે ગૃહપ્રધાનને 22 એપ્રિલે મળ્યા હતા. તે સમયે માત્ર 3 દિવસમાં વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની વાત કરી હતી તે વાતને 3 સપ્તાહ જેટલો સમયગાળો થઈ ગયો છે. તેને લઈને અમે ગૃહમંત્રીને તે વાત યાદ કરાવવા આવ્યા હતા પરંતુ અમને સચિવાલયમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા, આથી ઉમેદવારોને રજૂઆત કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...