તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:GPCBમાં નેતાએ ઉશ્કેરાઇ જઇ કહ્યું મારી ફાઇલ કેમ પાસ કરતા નથી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારી સાથે તોછડાઈ કરતાં પ્રવેશબંધીનું બોર્ડ લાગ્યું હતું
  • 2 દિવસ પહેલાંની ઘટનામાં રાજકીય અગ્રણીની ઉદ્ધતાઈ બાદ ગાંધીનગર SP સમક્ષ અરજી કરાઈ હતી, આખરે બંને વચ્ચે સમાધાન થઈ ગયું

રાજ્યમાં ભાજપના નેતાઓની દબંગાઇ અનેક જગ્યાએ ખુલ્લેઆમ જોવા મળી રહી છે. 2 દિવસ પહેલા જ અમદાવાદના કોર્પોરેટરના પતિ જાહેરમાં બિયરની છોળો ઉડાડતા વીડીયોમાં જોવા મળ્યા હતા. ત્યારે વધુ એક ભાજપના નેતાએ જીપીસીબીના અધિકારીને ચેમ્બરમાં મારી ફાઇલ કેમ પાસ કરતા નથી કહી ધમકાવ્યા હતા. જોકે આ મામલો પોલીસ સુધી પહોંચ્યા પછી બંને વચ્ચે સમાધાન થઇ ગયુ હતુ. શહેરમાં આવેલી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ફેક્ટરી શરૂ કરવાથી લઇને તેની પરમિશન મેળવવાની પ્રક્રિયા આ કચેરીથી થાય છે. કામના ભારણના કારણે લોકોની ફાઇલ અનેક દિવસો સુધી પડી રહે છે.

ત્યારે આશરે 2 દિવસ પહેલા ભાજપના એક નેતા પોતાના કામની ઉઘરાણી માટે કચેરીમાં ગયા હતા.તે સમયે અધિકારીની ચેમ્બરમાં ઘુસીને નેતાએ સત્તાનો નશો બતાવ્યો હતો.અધિકારીની ચેમ્બરમાં જઇને કહ્યુ કે, તમે અમારી ફાઇલ કેમ પાસ કરતા નથી કહેતા ઊગ્ર બની ગયા હતા. અધિકારીએ નમ્રતા પૂર્વક જવાબ આપતા કામનું ભારણ કહ્યું હતું.

જેમ-જેમ અન્ય કામગીરી અને વહેલા આવેલી ફાઇલના કામ પુરા થશે તેમ તમારું કામ થઇ જશે તેમ કહ્યુ હતુ. આ બાબતે અધિકારી અને નેતા વચ્ચે થોડી ચકમક થઇ હતી. આ બાબતની અરજી પણ ગાંધીનગર એસપીને અપાઈ હતી. ત્યારબાદ અધિકારી અને નેતા વચ્ચે આ બાબતે સમાધાન થઇ ગયુ હતુ. આ બાબતે જાણવા ગાંધીનગર એસપી મયુર ચાવડાનો ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે ફોન રીસીવ કરવાનુ ટાળ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...