સુવિધા:નગરના ડેપોમાં જ 251 બસના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યભરના તમામ ડેપોમાં તબક્કાવાર બસો ફાળવવામાં આવશે

એસ ટી નિગમે રૂપિયા 75 કરોડના ખર્ચે નવી 251 સુપર એક્સપ્રેસ બસોનું લોકાર્પણ નગરના એસ ટી ડેપોમાં કરવામાં આવ્યું હતું. જોકે નવી સુપર એક્સપ્રેસ બસો નીગમ દ્વારા તબક્કાવાર તમામ ડેપોમાં ફાળવવામાં આવશે. નવી બસોમાં આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવી છે.રાજ્ય સરકારે વર્ષ-2021-22ના બજેટમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને નવી 1000 બસોની ખરીદી માટે રૂપિયા 310 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તેમાં વર્તમાન મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને નિગમ દ્વારા બસોની ખરીદી કરવાની રહેશે.

તેમાં એસ ટી નિગમ દ્વારા 500 સુપર એક્સપ્રેસ, 300 લક્ઝરી, 200 સ્લીપર કોચ બસોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે એસ ટી નિગમ દ્વારા તબક્કાવાર બસોની ખરીદીની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાં હાલમાં પ્રથમ તબક્કામાં સુપર એક્સપ્રેસ 500માંથી 251 બસોની ખરીદી રૂપિયા 75 કરોડના ખર્ચે કરવામાં આવી છે. એસ ટી નિગમે ખરીદેલી નવી 251 એક્સપ્રેસ બસો મુસાફરોની સેવામાં લોકાર્પિત કરવાનો કાર્યક્રમ નગરના એસ ટી ડેપોમાં યોજવામાં આવ્યો હતો. લોકાપર્ણ કરેલી નવી બસોને રાજ્યના તમામ ડેપોમાં ફાળવાશે.

નવી સુપર એક્સપ્રેસ બસમાં સુવિધા
એસ ટી નિગમે નવી સુપર એક્સપ્રેસ બસો મુસાફરોની સેવા માટે મુકી છે. તેમાં બાવન મુસાફરો માટે હાઇબેક શીટ, કંડક્ટર પાર્ટીશન, રિવર્સ પાર્કિગ સેન્સર, વ્હિકલ લોકેશન ટ્રેકીંગ અને પેનીક બટન, સલામતી માટે બે ફાયર એકસ્ટીંગ્યુશર સહિતની સુવિધાઓ છે.

અન્ય સમાચારો પણ છે...