કાર્યવાહી:હિનાના હનીટ્રેપ કેસમાં આખરી આરોપી રાજસ્થાનથી પકડાયો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના વેપારીને વાવોલ બંધક બનાવ્યો હતો

વાવોલના ફ્લેટમા અમદાવાદના વેપારીને હનીટ્રેપનો શિકાર બનાવી 4 દિવસ સુધી ગોંધી રાખવામા આવ્યો હતો. ત્યારબાદ વેપારીએ બચવામાં સફળ રહ્યા બાદ સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેમા પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી તપાસ કરી હતી. 4 આરોપીમા પોલીસને થાપ આપી ભાગતા આખરી આરોપીને પણ રાજસ્થાનની ઝડપી લીધો હતો. વાવોલમા આવેલા સ્વર્ણિમ પેરેડાઇઝ ફ્લેટમા અમદાવાદ વેજલપુરના મહેન્દ્રસિંહ સિસોદીયાને હિના રાવે બોલાવીને હનીટ્રેપનો શિકાર બનાવ્યો હતો. ત્યારબાદ હિના અને મહેન્દ્રસિંહ એક રૂમમા હતા તે દરમિયાન બે લોકો આવ્યા હતા અને રૂપિયા માગ્યા હતા, જો રૂપિયા આપવામા ના આવે તો બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અને અને રૂમમા પુરી દીધો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી અરવિંદ અને દિનેશ વેપારીનુ વાહન લઇને ભાગી ગયા હતા.

આ બાબતે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાતા વાવોલ ચોકીના પીએસઆઇ ડી.એન.પરમાર અને તેમની ટીમ દ્વારા અગાઉ મુખ્ય આરોપી અરવિંદ, હિના રાવ, પપ્પુને ઝડપી લીધા હતા. જ્યારે એક પોલીસ પકડ બહાર ભાગતો ફરતો હતો. ત્યારે રાજસ્થાન તપાસ કર્યા બાદ ચોથો આરોપી દિનેશ દેવારામ લસારામ મેઘવાલ (રહે, માલારી ગામ, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો, જેના રીમાંડ લેવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...