તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:કુંભેશ્વર મહાદેવના જિર્ણોદ્ધારમાં મોરબીના રાજાએ દાન કર્યું હતું

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકકુંભેશ્વર ગામનું મહાદેવ મંદિર. - Divya Bhaskar
પ્રતિકકુંભેશ્વર ગામનું મહાદેવ મંદિર.
  • કોબાના 300 વર્ષ જૂના મંદિરમાં જવા 64 પગથિયાં ચઢવા પડે છે, અમદાવાદના શેઠે પણ દાન આપેલું

કોબા ગામમાં સાબરમતી નદી કિનારે આવેલા 300 વર્ષ પુરાણા કુંભેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી હતી. મંદિર નદીથી અંદાજે 80 ફુટ ઉંચુ હોવાથી દર્શન માટે જવા 64 પગથીયા ચડવા પડે છે. જોકે હાલમાં નદીમાં પાણી નહી હોવાથી લોકો કોબા ગામમાંથી દર્શન કરવા મંદિરે જાય છે. ચુના- ઇંટોથી બનેલા કુંભેશ્વર મહાદેવ મંદિરની ભક્તોમાં વિશેષ આસ્થા રહેલી છે. દેવાધિદેવ મહાદેવની આરાધનના વિશેષ માસ એટલે શ્રાવણમાસને ગણવામાં આવેે છે. પવિત્ર શ્રાવણ માસમાં સોમવારનું વિશેષ મહાત્મય રહેલું છે.

શ્રાવણ માસના ચોથા સોમવારે જિલ્લાના કોબા ગામની સાબરમતી નદીના કિનારે આવેલા કુંભેશ્વર મહાદેવ મંદિરની સ્થાપના પ્રાચીન કાળથી થઇ હોવાના મળી આવેલા પુરાવાઓના આધારે લાગી રહ્યું છે. 300 વર્ષ પહેલાં મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારે જંગલ હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.

કુંભેશ્વર મહાદેવ મંદિરના વર્ષો પહેલાં જીર્ણોદ્ધાર માટે રાજા અને મહારાજાઓએ દાન આપ્યાની તકતીઓ મંદિરમાં જોવા મળી રહી છે. જોકે વર્ષો પુરાણું મંદિર હોવાથી હાલમાં જર્જરીત થઇ ગયું હોવાથી કુંભેશ્વર મહાદેવ મંદિરનો પુન: જીર્ણોદ્ધાર કરવામાં આવનાર હોવાનું મંદિરના પૂજારી બી.ડી.શર્માએ જણાવ્યું છે.

કુંભેશ્વર મહાદેવ લોકોની બાધા માનતા પૂર્ણ કરે છે
કુંભેશ્વર મહાદેવ લોકોની આસ્થાનું પ્રતિક બની રહ્યું છે. જેને પરિણામે પશુધન ખોવાઇ ગયું હોય કે અસાધ્ય બિમારીમાંથી સાજા થવા સહિતની બાધા અને માનતા પૂર્ણ થતી હોવાનું સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું છે. મંદિરમાં દર શ્રાવણમાસમાં વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે.

મોરબીના રાજા અને અમદાવાદના શેઠે દાન આપ્યું છે
વર્ષો પહેલાં મંદિરના જીર્ણોદ્ધાર માટે મોરબીના રાજા લખધીરજી મહારાજે મંદિરમાં દાન આપ્યાની મંદિરમાં તકતી લગાવવામાં આવી છે. ઉપરાંત અમદાવાદના શેઠ નંદલાલ બોડીવાલાએ પણ મંદિરમાં દાન કર્યાનો ઉલ્લેખ તકતીમાં હોવાનું મંદિરના પૂજારી બી.ડી.શર્માએ જણાવ્યું છે.

છેલ્લી 3 પેઢીથી મંદિરની પૂજાની કામગીરી કરાય છે
કુંભેશ્વર મહાદેવ મંદિરની પૂજા પાઠની કામગીરી છેલ્લા ત્રણ પેઢીથી કરવામાં આવી રહી હોવાનું મંદિરના પૂજારી બીડી શર્માએ જણાવ્યું છે. મંદિરની પાસે આવેલા જૈન મંદિરના પૂજારી પુરાતત્વ વિશે જાણતા હોવાથી મંદિરની સ્થાપના વર્ષો પહેલાં થઇ હોવાનું જણાવતા હોવાનું મંદિરના પૂજારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...