કાર્યવાહી:નોટરીનો ઇન્ટરવ્યુ આપવા આવતાં હત્યારો વકીલ પકડાયો, જામનગરમાં યુવકની હત્યા કરી હતી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી વકીલ - Divya Bhaskar
આરોપી વકીલ
  • ગાંધીનગર એલસીબીએ ઝડપી પાડ્યો

જામનગરમા પડોશી યુવકની હત્યા કર્યા પછી 3 મહિનાથી પોલીસને થાપ આપી ભાગી જનારા આરોપીને ગાંધીનગર એલસીબીએ ઝડપી લીધો હતો. વ્યવસાયે વકીલ નોટરી બનાવા માટે સચિવાલયના કાયદા વિભાગમા ઇન્ટવ્યુ આપવા આવ્યો હતો. જેની માહિતી એલસીબીને મળતા ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.ગાંધીનગર એલસીબી પીઆઇ એચ.પી.ઝાલા અને તેમની ટીમને માહિતી મળી હતી કે, જામનગર જિલ્લાના નઘુના ગામમા રામજી મંદિર પાસે રહેતો સંજયસિંહ ભૂપતસિંહ કેશુર દ્વારા 3 માસ પહેલા મર્ડર ઘર પાસે રહેતા યુવક સાથે અંગત બાબતને લઇને માથાકૂટ થઇ હતી.

જેમા ઝપાઝપી બાદ પડોશી યુવકનુ મર્ડર કરી નાખ્યુ હતુ. આ બનાવની ફરિયાદ જામનગર બી ડીવીઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધવામા આવી હતી. એલસીબી પીઆઇ એચ.પી.ઝાલાની ટીમને બાતમી મળી હતી કે, આરોપી સંજયસિંહ કેશુર વ્યવસાયે વકીલ છે અને તે ગાંધીનગર નવા સચિવાલયમા આવેલા કાયદા વિભાગમા નોટરી બનવા માટે ઇન્ટવ્યુ આપવા આવ્યો છે. જેને લઇને એલસીબીની ટીમે વકીલ નોટરી બને તે પહેલા જ ઉઠાવી લીધો હતો અને જામનગર પોલીસને સોપવાની કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...