તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાદેં-2020:કોરોનાથી લઈ કલોલના ભેદી બ્લાસ્ટ સુધીની સફર, ગાંધીનગરની હદ વિસ્તરણ થતા નવા સમીકરણો રચાવાની આશા, સચિવાલયમાં PIએ આપઘાત કર્યો

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં લોકડાઉન બાદ અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતાં. બીજી તરફ કોરોના કેસ પણ વધી રહ્યાં હતાં. આ દરમિયાન પરપ્રાંતીયઓની રોજી-રોટી છીનવાતા તેમને હિજરત કરવાની ફરજ પડી હતી. જ્યારે સ્થાનિક યુવાનોને નોકરી-ધંધો ગુમાવવાનો વારો આવતા તેઓને નવી નોકરી શોધવા પડકાર ઊભો થયો હતો. આ વર્ષમાં કોરોના તેમજ અનેક ઘટનાઓ અને અકસ્માતો સર્જાયા હતા. જેમાં મોટી સંખ્યામાં લોકોને પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં જિલ્લાના કલોલ શહેરમાં આવેલી ગાર્ડન સિટી સોસાયટીમાં ભેદી બ્લાસ્ટ થતાં એક જ પરિવારના યુવાન દંપતિ તેમજ તેમના વૃદ્ધ માતાનું મોત નીપજવાની ઘટનાએ જિલ્લા સહિત રાજ્યના અન્ય વિસ્તારોના લોકોને પણ હચમચાવી દીધા હતા. આ રીતે 2020નું વસમુ વર્ષ આજે વિદાય લેશે.

લોકડાઉનમાં ગાંધીનગર થંભી ગયું
લોકડાઉનમાં ગાંધીનગર થંભી ગયું

જાન્યુઆરીથી દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાએ દેશમાં માર્ચ મહિનાથી એન્ટ્રી લીધી. 23 માર્ચની મધ્યરાત્રીથી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. લોકોડાઉનમાં રાજ્ય સાથે ગાંધીનગર પણ થંભી ગયું હતું. રાજ્ય સહિત આખા દેશને ફરજિયાત ઘરમાં રાખવાની આ ઘટનાએ કોરોનાની ગંભીરતા સમજાવી હતી.

કુડાસણમાં ભેખડે 4નો ભોગ લીધો
કુડાસણમાં ભેખડે 4નો ભોગ લીધો

કુડાસણ ખાતે પ્રમુખ આનંદ ઓરબીટ મોલની સાઈટ પર ભેખડ ઘસી પડતા 1 એન્જિનિયર અને 3 સર્વેયરે જીવ ગુમાવ્યો હતો. સર્વેની કામગીરી કરવાની તૈયારીઓ કરી રહ્યાં હતા ત્યારે ભેખડ સાથે જ અંદાજે 50 ફૂટ જેટલે નીચે પડ્યા હતા. જેમાં 3 લોકોનાે મોત થયા હતા.

સે.25માં અપહરણ કેસમાં મંત્રી પરુષોત્તમ સોલંકીના પુત્રનું નામ બહાર આવ્યું
સે.25માં અપહરણ કેસમાં મંત્રી પરુષોત્તમ સોલંકીના પુત્રનું નામ બહાર આવ્યું

સે-25 સૂર્યનારાયણ સોસાયટીમાં પ્લોટ નં-18/2 ખાતે રહેતાં ધર્મેન્દ્રસિંહ રાઓલ ઈન કેબલ એજન્સી ધરાવે છે. કારમાં આવેલા સાત શખ્સો ધર્મેન્દ્રસિંહને મારમારીને ઉઠાવી ગયા હતા. આ ઘટના ધર્મેન્દ્રસિંહના ઘર બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેમાં મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્રનું નામ બહાર આવ્યું હતું.

કુડાસણમાં ફાયરિંગ કરી શોપમાં લૂંટનો પ્રયાસ
કુડાસણમાં ફાયરિંગ કરી શોપમાં લૂંટનો પ્રયાસ

ગાંધીનગરના કુડાસણમાં મેઇન રોડ પર આવેલી કૃષ્ણકુંજ કોમ્પ્લેક્સ સ્થિત આદિશ્વર જ્વેલર્સમાં રાત્રે ઘૂસી આવેલા 3 શખ્સે દુકાનમાલિક પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવા પ્રયાસ કર્યો હતો. જોકે દુકાનમાં કામ કરતા કર્મચારીએ લૂંટારુઓ પર ચીજવસ્તુઓ ફેંકીને પ્રતિકાર કર્યો હતો. આ સાથે બુમરાણ મચતાં લૂંટારુઓ બાઇક પર ભાગી છૂટ્યા હતા. ફાયરિંગમાં દુકાન માલિકને ખભામાં ગોળી વાગી હતી.

ભયના માહોલમાં પરપ્રાંતિયોની હિજરત
ભયના માહોલમાં પરપ્રાંતિયોની હિજરત

રાજ્ય સહિત દેશભરમાં કોરોના ભયના કારણે રોજનું કમાઈ રોજનું ખાત શ્રમિકોની હાલત કફોડી બની ગઈ હતી. જેને પગલે રાજ્ય બહારથી ગાંધીનગરમાં રોજગારી માટે આવેલા હજારો શ્રમિકોએ હીજરત કરી હતી. જેને પગલે તંત્રએ પણ તેમની રોકાવાની અને તેમને વતન મોકલવાની કામગીરી કરવી પડી હતી.

લોકોએે ટેસ્ટ માટે લાઈનો લગાવી
લોકોએે ટેસ્ટ માટે લાઈનો લગાવી

ગાંધીનગર જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં 7500થી વધુ દર્દીઓ નોંધાયા છે. લોકો ડાઉનમાં ત્રણ મહિના સુધી ઘરમાં બેસી રહેલાં નાગરિકોએ કોરોના છે કે નહીં તે જાણવા માટે રીતસરની લાઈનો લગાવી હતી. તો સગવડ ધરાવતા અનેક નાગરિકોએ પૈસા ખરીને પ્રાઈવેટ લેબોરેટરીઓમાં ટેસ્ટ કરાવ્યા હતા.

પાટનગરમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો
દુબઇથી પરત ફરેલા 26 વર્ષિય ઉમંગ પટેલનો કોરોનો પોઝિટિવ આવતા, પાટગરનમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધયો હતો. સૌપ્રથમ દર્દી ઉમંગ પટેલ એક મહિના બાદ કોરોના મુક્ત બન્યો હતો. તેના સંપર્કમાં આવેલા કુલ 11 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ બન્યા હતા.

જિલ્લામાં કોરોનાએ પ્રથમ ભોગ લીધો
જિલ્લામાં કોરોનાએ પ્રથમ ભોગ લીધો

સેક્ટર-29ના રહેવાસી ઉમંગ પટેલને 21 માર્ચે કોરોનાએ ઝપેટમાં લઈને જિલ્લામાં પ્રવેશ કર્યો હતો. જે બાદ ઉંમગના 81 વર્ષીય દાદા સાંકળચંદ પટેલને 28 માર્ચે કોરોના પૉઝિટીવ આવતાં ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેઓએ ડાયાબિટીસ અને હાયપર ટેન્શનની બીમારી હતી, જેમાં ડાયાબિટીસ માટે ઇન્સ્યુલીન અપાતું હતું. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને વેન્ટીલેટર પર લેવાય હતા .

અંબાપુર તળાવમાં કાર ખાબકતાં દંપતીનું મોત
અંબાપુર તળાવમાં કાર ખાબકતાં દંપતીનું મોત

ગાંધીનગર પાસેના અંબાપુર ગામે તળાવમાં મર્સીડીઝ કાર ડુબવાથી દંપતિનું મોત થયું હતું. મૃતક યુવક આનંદ ચંદ્રવદન મોદી (29 વર્ષ) પત્ની ફેની સાથે ચાંદખેડાના પરમેશ્વર બંગલોઝ ખાતે રહેતો હતો. જે દિલ્હી ચકલા અને સરસપુર ખાતે સ્વીટ નમકીનની દુકાન ચલાવતો હતો. યુવતીના પિયર પાલનપુરથી ઘર તરફ જતા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

કલોલમાં બંધ મકાનમાં ભેદી બ્લાસ્ટથી ત્રણના મોત થયા
કલોલમાં બંધ મકાનમાં ભેદી બ્લાસ્ટથી ત્રણના મોત થયા

કલોલ પંચવટી વિસ્તારમાં ગાર્ડન સિટીમાં બંધ મકાનમાં 22 ડિસેમ્બરની સવારે ભેદી બ્લાસ્ટ થયો હતો. જે ઘરમાં બ્લાસ્ટ થયો તે આખું ધરાશાયી થઈ ગયું હતું જ્યારે બાજુનું મકાન અડધું તૂટી ગયું હતું. આ સાથે આસપારના 40 જેટલા ઘરોના કાચ તૂટી ગયા હતા. ઘટના એટલે ભયાનક હતી કે ગાર્ડન સિટીમાંથી અડધા મકાનો ખાલી થઈ ગયા છે. આખા કલોલને હચમચાવી મુકનાર આ ઘટનામાં ઘટના સ્થળે 27 વર્ષીય યુવક અમિત દવેના મોત બાદ બે દિવસ પછી 24 ડિસેમ્બરે તેના પત્ની પિનલબેનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બાદ 26મીએ રાત્રે સારવાર દરમિયાન 75 વર્ષીય હંસાબેનનું મોત થયું હતું. ત્રણ સભ્યો ગુમાવનાર દવે પરિવાર સાથે કલોલના રહીશો પણ બ્લાસ્ટ માટેનું કારણ જાણવા અને જવાબદારો સામે પગલાં લેવાય તેવું ઝંખી રહ્યાં છે.

72 દિવસ બાદ LRD મહિલા આંદોલન સમેટાયું
72 દિવસ બાદ LRD મહિલા આંદોલન સમેટાયું

એલઆરડી ભરતીમાં એસસી, એસટી, ઓબીસી વર્ગની મહિલાઓને અન્યાયના મુદ્દે સત્યાગ્રણ છાવણી ખાતે આંદોલન થયું હતું. સતત 72 દિવસ ચાલેલું આ આંદોલન 19 ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થયું હતું. જુદા-જુદા શહેરમાંથી આવેલી યુવતીઓના આંદોલને રાજ્યભરનું ધ્યાન ખેંચ્યું હતું. સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRDની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી.

ભાટ પાસે કારની આગમાં ચાલક ભડથું
ભાટ પાસે કારની આગમાં ચાલક ભડથું

ભાટ ગામ પાસે આવેલી મધર ડેરી પાસે કારમાં શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઉઠી હતી. અમદાવાદના સોલામાં સૂર્યરત્ન સોસાયટીમાં રહેતા યોગેશ કેશવભાઈ પ્રજાપતિ પોતાના કાકાજી સસરાના મૃત્યુનો શોક વ્યક્ત કરવા પોતાની બલેનો કાર લઈને જઈ રહ્યા હતા, ત્યારે આગ લાગતા કાર લોક થઈ ગઈ હતી. જેમાં ભડથું થઈ ગયેલા યોગેશભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

સે-26 ખાતે પત્નીએ પતિની હત્યા કરી
સે-26 ખાતે પત્નીએ પતિની હત્યા કરી

આ વર્ષમાં સેક્ટર-26માં પત્નીના હાથે પતિની હત્યાનો ચોકાવનારો બનાવ બન્યો હતો. જેમાં પતિના પ્રીપ્લાન્ડ મર્ડરમાં મહિલાએ પહેલા ભભૂતિના નામે ઉંદર મારવાની દવા ખવડાવી હતી, પણ પતિને અસર ન થતાં રાતે બેડરૂમમાં સંબંધ બાંધતા પહેલાં આંખે પાટા બાંધવાની રમત રમાડી છરાના ઘા માર્યા હતા. આ પ્લાન તેણે ક્રાઇમ પેટ્રોલ જોઈ બનાવ્યો હતો.

એક શબવાહીનીમાં ચાર ડેડબોડી
એક શબવાહીનીમાં ચાર ડેડબોડી

ગાંધીનગર જિલ્લામાં કોરોનાએ અત્યાર સુધી 570થી વધુ નાગરિકોને જીવ લીધો છે. 10 એપ્રિલે થયેલા પ્રથમ મોત બાદ કેસો વધવાની સાથે મોતનો આંકડો પણ વધતો ગયો હતો. જેમાં દિવાળી બાદ કોરોનાએ માઝા મુકી હતી. તેમાં પણ પાટનગરમાં એક શબવાહીનીમાં ચાર ડેડબોડીએ કોરોનાના ભયાનકતા સમજાવવાની સાથે તંત્રની આંકડા છુપાવવાની નિતીને બહાર પાડી હતી.

7.47 લાખના એમડી ડ્રગ્સ સાથે યુવક પકડાયો
7.47 લાખના એમડી ડ્રગ્સ સાથે યુવક પકડાયો

સરગાસણથી ઘ-0 આવતા સર્વિસ રોડ પરથી SOGએ સેક્ટર-2 સી 24 વર્ષની ઉંમરના રૂષિક પિયૂષકુમાર દવેને પ્રતિબંધિત એમડી ડ્ર્ગ્સની 151 ટેબ્લેટ સાથે ઝડપી પાડ્યો હતો. પાટનગરમાં પ્રથમ વખત 7,47,500 કિંમતનું ડ્રગ્સ પકડાતા મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. રૂષિકને આ મુદ્દા માલ આપનાર અમદાવાદના મોટેરાના નિહાલ સાલ્વેની પણ પછીથી પોલીસે ધરપકડ કરી હતી.

પુંધરામાં વીજળી પડતાં બે બાળાના મોત
પુંધરામાં વીજળી પડતાં બે બાળાના મોત

પુંધરા ગામની સીમમાં 25 જૂને બપોરના સમયે વીજળી પડતા બે કિશોરીઓના મોત થયા હતા. પુંધરા ગામની સીમમાં આવેલા ઉંચી કણજી વિસ્તારમાં રહેતાં લાખાભાઈ ટીડાભાઇ ભરવાડના છાપરામાં વીજળી પડી હતી. છાપરામાં તેમની 12 વર્ષીય પુત્રી મિત્તલ ભરવાડ અંદર હતી અને તેના પર વીજળી પડવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. ઉપરાંત એ જ વિસ્તારમાં અર્જુનસિંહ સરતાનસિંહ રાઠોડની 15 વર્ષીય પુત્રીનું પણ વીજળી પડવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું.

વાયરને લોખંડની સીડી અડી જતાં પાંચ મોત
વાયરને લોખંડની સીડી અડી જતાં પાંચ મોત

કોલલનાં સાતેજ વડસર રોડ પર આવેલી મિલન એસ્ટેટમાં નવી બની રહેલી ફેક્ટરીમાં સેડ બનાવવાનું કામ ચાલુ હતું ત્યારે 22 ફુટ ઉંચી લોંખડની સીડી ઉપરથી પસાર થતા વીજ વાયરને અડી જવાના કારણે 5 મજુરોના મોત થયા હતા. જયારે ત્રણ મજૂરો ગંભીર રીતે દાઝી ગયા હતા. ફેક્ટરીમાં સેડ બનાવવા માટે 22 ફૂટ ઉંચી લોંખડની સીડી આઠ મજૂરો ઉંચકીને લઈ જતા હતા. ત્યારે ઉપરથી પસાર થતી 11 હજાર વોલ્ટના વીજ વાયર સાથે લોંખડની સીડી અડી જવાના કારણે કંરટ લાગ્યો હતો.

સર્વિસ રિવોલ્વરથી પીઆઈનો આપઘાત
સર્વિસ રિવોલ્વરથી પીઆઈનો આપઘાત

સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ નિભાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પ્રિતેશ જે. પટેલે 20 સપ્ટેમ્બરની રાત્રે આપઘાત કર્યો હતો. સચિવાલય સંકુલમાં જ બ્લોક નંબર-2ની સામે આવેલા પાર્કિંગમાં પોતાની કારમાં તેમણે સર્વિસ રિવોલ્વરથી લમણે ગોળી મારી દીધી હતી. અગાઉ શિક્ષક તરીકે નોકરી કરતાં પ્રિતેશ પટેલ 2008માં સીધી ભરતીમાં પીએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા, જે બાદ પ્રમોશનથી પીઆઈ બન્યા હતા.

ગાંધીનગર મનપાના હદ વિસ્તરણથી નવા રાજકીય સમીકરણો રચાવાની આશા
ગાંધીનગર મનપાના હદ વિસ્તરણથી નવા રાજકીય સમીકરણો રચાવાની આશા

આ વર્ષે ગાંધીનગર મનપામાં પેથાપુર પાલિકા વિસ્તાર, શહેર ફરતે આવેલાં 18 ગામ અને અન્ય 7 ગામોના સરવે નંબરો સમાવાયા છે. 2011માં સરકારે સે-1થી 30 સેક્ટર અને 7 ગામોને સમાવતું મનપા શહેરને આપ્યું હતું. શહેરની બહાર વસ્તી અને વધતા વિસ્તારને પણ કોર્પોરેશનમાં સમાવાતા મનપાનો વ્યાપ પેથાપુરથી લઈને ભાટ-ઈન્દિરા બ્રિજ સુધી અને બીજા છેડે વૈષ્ણોદેવી સુધી વધ્યો છે. કોર્પોરેશનના 8 વોર્ડની સંખ્યા વધારીને 11 કરાઈ છે.

કોલવડા આયુર્વેદ હોસ્પિટલમાંથી દીપડો પકડાયો
કોલવડા આયુર્વેદ હોસ્પિટલમાંથી દીપડો પકડાયો

કોલવડા સ્થિત સ્ટેટ મોડેલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદિક સાયન્સ ખાતે દીપડો દેખાતાં દોડધામ મચી ગઈ હતી. કર્મચારી અરૂણાબેન શર્માએ તેને જોતા જ દરવાજો બંધ કરી દીધો હતો. ફોરેસ્ટ વિભાગે દીપડાને બેભાન કરીને ઓપરેશન પાર પાડ્યું હતું. તે સમયે આયર્વેદ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ માટેની તૈયારી ચાલી રહી હતી.

જિલ્લાની વર્ષની સૌથી મોટી ઘરફોડ નોંધાઈ
જિલ્લાની વર્ષની સૌથી મોટી ઘરફોડ નોંધાઈ

શહેરની વીઆઈપી ગણાતા સેક્ટર-8ના વિસ્તારમાં 5 લાખ રોકડા સહિત 39.50 લાખની મત્તાની આ વર્ષની સૌથી મોટી ઘરફોડ નોંધાઈ હતી. નિવૃત્ત આઈએએસ ડી. કે. રાવનો સે-8 ખાતે પ્લોટ નં-841 નંબરનો બંગલો આવેલો છે. તેઓ 12 માર્ચના રોજ ઘરને તાળુ મારીને વતન હૈદરાબાદ ગયા હતા. જે બાદ લોકડાઉન હોવાને પગલે તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા. 6 મહિનાથી બંધ ઘર સાફ કરાવવા માટે તેમણે કુરીયર મારફતે પોતાના ઓળખીતા ચાવી મોકલજા ઘરમાંથી ચોરી થઈ હોવાની જાણ થઈ હતી.

યુવતી બાબતે કુડાસણમાં ખૂની ખેલ ખેલાયો
યુવતી બાબતે કુડાસણમાં ખૂની ખેલ ખેલાયો

કુડાસણમાં અપના અડ્ડા પાસે 25 નવેમ્બરની વહેલી પરોઢે ખુની ખેલ ખેલાયો હતો. રાંદેસણના યુવક કેતનસિંહ ગોહીલ અભિમન્યુ સહિતના પાંચેક મિત્રો સાથે બેઠો હતો. છ યુવકો અને ત્રણ યુવતીઓ નીકળ્યા હતા. ત્યારે અભિમન્યુએ વૈષ્ણોદેવી સુધી તેમનો પીછો કરતાં રોષે ભરાયેલા લોકો ગાંધીનગર સુધી તેની પાછળ આવ્યા હતા. બે ગાડીમાં પાછળ આવેલા છ યુવકો ધોકા અને બેટ લઈને ઉતરીને હુમલો કરતાં કેતનસિંહ મિત્રને બચાવવા માટે વચ્ચે પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો