તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જિલ્લામાં 18 પોલીસ કોન્સ્ટેબલની આંતરિક બદલીનો ગંજીફો ચિપાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુનાખોરી ડામવા ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટાફ વધારવા આયોજન
  • ગાંધીનગર પોલી અધિક્ષક દ્વારા 8 કર્મચારીને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામા આવી જ્યારે 1 કર્મચારીની SOGમાં બદલી કરાઈ

ગાંધીનગર શહેરમા ગુનાખોરી વધી રહી છે. તેની સામે પોલીસ મોટા પ્રમાણમા ગુનાઓ ઉકેલી રહી છે. તેવા સમયે જિલ્લામા 18 કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરવામા આવી છે. જેમાં આર્મ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ત્યારે 8 કર્મચારીને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામા આવી છે. ગુનાખોરી ડામવા ક્રાઇમ બ્રાન્ચમાં માનવબળમા વધારો કરાયો છે.

ગાંધીનગર પોલી અધિક્ષક દ્વારા શહેરમાં 18 હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલની બદલી કરવામા આવી છે. જેમા વિક્રમસિંહ ધનજીભાઇને હેડક્વોટરમાંથી એલસીબી 2, નરેન્દ્રસિંહ ભૂપતસિંહની સેક્ટર 7માંથી એલસીબી 2, બેચરભાઇ ગેબાભાઇની સેક્ટર 7માંથી એલસીબી 2, સચિનસિંહ સતુજીની એલસીબી 2માંથી સેક્ટર 7, ભવાનસિંહ બાલુજીની એલસીબી 2માંથી બીડીડીએસ, મુકેશસિંહ દલપતસિંહની ઇન્ફોસિટીમાંથી એલસીબી 1, કરણસિંહ ઇશ્વરસિંહની એલસીબીમાંથી સેક્ટર 7, વિપુલકુમાર રામાભાઇને એલસીબી 1માથી સેક્ટર 21મા બદલી કરવામા આવી છે.

એએસઆઇ કૌશરજહા અબ્દુલ હમિદની એલસીબી 1માંથી ઇન્ફોસિટી, અમરતભાઇ લક્ષ્મણભાઇની એલસીબીમાંથી એમટી શાખામા, રતનસિંહ ચતુરજીની સેક્ટર 7માંથી એલસીબી 1મા, વિક્રમભાઇ જયરામભાઇની કલોલ શહેરમાંથી એલસીબી 1મા, સુરપાલસિંહ દિલીપસિંહની કલોલ શહેરમાંથી એલસીબી 1મા, દિવ્યરાજસિહની એસઓજીમાંથી સેક્ટર 7, જયદિપસિંહ સહેન્દ્રસિહની એસઓજીમાંથી સેક્ટર 21 અને નરેન્દ્રસિંહ ઇશ્વરસિંહની હેડક્વોટરમાંથી એસઓજીમાં બદલી કરવામાં આવી છે. જો કે, ગુનાખોરી ડામવા ક્રાઇમ બ્રાન્ચમાં માનવબળમા વધારો કરવામાં આવ્યો છે. જો કે, 8 કર્મચારીને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં બદલી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...