10 દિવસ અંધારપટ છવાશે:ગાંધીનગર સેક્ટર-30ની આંતરિક સ્ટ્રીટ લાઇટ મેઇન્ટેનન્સના કારણે 10 દિવસ માટે બંધ રહેશે

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ કરંટનાં બનાવોમાં ગાયોના મૃત્યુ થતાં તંત્ર જાગ્યું

ગાંધીનગરના સેકટર - 30 માં મેઇન્ટેનંસની કામગીરી કરવાની હોવાથી આગામી દસ દિવસ સુધી આંતરિક સ્ટ્રીટ લાઈટો બંધ રાખવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે સેકટર - 30 માં તાજેતરમાં વીજ કરંટ લાગવાથી ત્રણ ગાયોના કરૂણ મોત નિપજ્યા હતા. જેની તપાસમાં પાણી ગટર ની લાઈનો નાખવાની કામગીરી દરમિયાન કેટલાક વાયરો કપાઇ ગયા હોવાનું સામે આવતા સ્ટ્રીટ લાઇટો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

વીજ કરંટનાં બનાવોમાં ગાયોના મૃત્યુ થતાં તંત્ર જાગ્યું
ગાંધીનગરના સેકટર - 30 માં થોડા દિવસ અગાઉ વીજ થાંભલાને અડી જતાં ત્રણ ગાયોને કરંટ લાગતાં બે ગાયોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એ પછી વધુ એક ગાયને અત્રેના સેકટરમાં કરંટ લાગવાથી જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. ઉપરા છાપરી વીજ થાંભલાથી કરંટ લાગવાથી ગાયોના મોત થતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેકટર - 30 માં કેટલાક વીજ થાંભલાના વાયરો કપાઈ જવાથી કરંટ લાગવાની ઘટના ઘટતી હોવાનું સામે આવ્યું છે.

ગાંધીનગર મેયરે તાકીદની બેઠક બોલાવી
જેનાં પગલે ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ પાણી પુરવઠા, આર.એન.બી તથા મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આ વિસ્તારમાં તાત્કાલિક સમસ્યાના નિકાલ માટે સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત પાણી તથા ગટરની લાઇનનું ખોદકામ કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટ્રીટ લાઇટના કેટલાક વાયરને તૂટ્યા હોવાથી તેને બદલવાની કામગીરી કરવામાં આવી રહી હોવાનો અધિકારીઓએ ખુલાસો કર્યો હતો.

તબક્કાવાર લાઈટો ચાલુ કરાશે
જેથી આ વિસ્તારમાં 10 દિવસ માટે સ્ટ્રીટ લાઇટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમ જેમ વાયર બદલવાની કામગીરી પૂર્ણ થતી જશે તેમ તબક્કાવાર સ્ટ્રીટ લાઇટ શરૂ કરવામાં આવશે. જેની જાહેરજનતાએ નોંધ લેવા તથા સહયોગ કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...