નિર્ણય:ગ્રામ પંચાયતનો આવકનો દાખલો આગામી 3 વર્ષ સુધી માન્ય ગણાશે

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે
  • મુખ્યમંત્રી અમૃતમ્, મા યોજના તેમજ આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લેવા માગતા અરજદારો માટેના જરૂરી દાખલાની મુદત વધારી

આરોગ્ય સેવા માટે અપાતા મુખ્યમંત્રી અમૃતમ, માં યોજના તેમજ આયુષ્યમાન ભારત પીએમજેએવાય-એમએ યોજનાનો લાભ માટેનો આવકનો દાખલો ગ્રામ પંચાયતમાંથી આપવામાં આવે છે. આવા આવકના દાખલાની મુદત ત્રણ વર્ષ સુધી માન્ય ગણાશે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારનોને મફત આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે તે માટે વિવિધ આરોગ્ય કાર્ડ આપવામાં આવે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી અમૃતમ, માં યોજના તેમજ આયુષ્યમાન ભારત પીએમજેએવાય-એમએ યોજના લાભ માટે કાર્ડ ઇશ્યુ કરવામાં આવે છે.

જોકે આરોગ્ય વિભાગના આ કાર્ડ મેળવવા માટે લાભાર્થીઓ પાસેથી આવકના દાખલા મંગાવવામાં આવે છે. જોકે આવકના દાખલા ગામડાના લાભાર્થીઓ દ્વારા ગ્રામ પંચાયતમાંથી કાઢવામાં આવે છે. ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓ દ્વારા અધિકૃત કરીને ઇ-ગ્રામ કેન્દ્રો દ્વારા આવકના દાખલો આપવામાં આવે છે. જોકે અગાઉ આવકનો દાખલો માત્ર એક જ વર્ષ માન્ય ગણવામાં આવતો હતો. જેનાથી અનેક લાભાર્થીઓને હાલાકી વેઠવાની ફરજ પડતી હતી. ઉપરાંત આવકના દાખલા માટે પુન: એક જ પ્રકારની પ્રોસેસ કરવી પડતી હતી.

આથી રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપસચિવે આદેશ કર્યો છે કે આરોગ્ય સેવાનો લાભ લેતા લાભાર્થીઓ દ્વારા ઉપરોક્ત કાર્ડ માટે કાઢવામાં આવેલા આવકના દાખલાને નાણાંકિય ત્રણ વર્ષ માન્ય ગણવાનો આદેશ કરવામાં આવ્યો છે.જેના કારણે હવે આવી યોજનાઓનો લાભ મેળવવા માગતા અનેક અરજદારોને રાહત થઈ જશે તેમ જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...