આપઘાત:IB ઓફિસર દીકરીનાં લગ્ન પતાવી આવ્યા ને પુત્રે આપઘાત કરી લીધો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સે-7માં વાંચવાનું કહી અન્ય રૂમમાં ગયેલા 19 વર્ષિય યુવકનાં પગલાંંથી પરીવારમાં માતમ છવાઈ ગયો

ગાંધીનગરના સેક્ટર 7મા રહેતા અને આઇબીમા ફરજ બજાવતા ઇન્ટેલીજન્સ ઓફિસર દિકરીના લગ્ન કરવા વતનમા ગયા હતા. બુધવારે જ ઘરે આવ્યા હતા. તે દરમિયાન સાંજના સમયે તેમના 19 વર્ષિય પુત્રએ ઘરમા જ પંખે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. આ બનાવની ફરિયાદ સેક્ટર 7 પોલીસ મથકમા નોંધાતા કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રદીપભાઇ સુતરીયા (રહે, સેક્ટર 7, બ્લોક નંબર 10/103, શ્યામાપ્રસાદ વર્મા સરકારી આવાસ) પોલીસ ભવનમા ઇન્ટેલીજન્સ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમની દિકરીનો લગ્ન પ્રસંગ હોવાથી પરિવાર સાથે છોટા ઉદેપુર વતનમા પ્રસંગ કરવા ગયા હતા. ગતરોજ પરિવાર સાથે પરત આવ્યા હતા. ઘરે આવ્યા બાદ પોતાના કામમા લાગી ગયા હતા.

ગાંધીનગર આવ્યા બાદ તેમનો 19 વર્ષિય દિકરો મોક્ષ સેનેટરી ઇન્સપેક્ટરનો અભ્યાસ કરતો હતો. લગ્ન પ્રસંગ દરમિયાન ખૂશ રહેતો મોક્ષ ગાંધીનગર આવ્યા બાદ વાંચવા સરકારી ક્વોટર્સમા અલગ રૂમમા વાંચવા ગયો હતો. તે દરમિયાન તેના પિતાને રૂમમા રહેલા સામનની જરૂર પડતા રૂમમા અભ્યાસ કરી રહેલા દિકરાને દરવાજો ખોલવા જણાવ્યુ હતુ, પરંતુ દરવાજો ખૂલ્યો ન હતો. ત્યારબાદ દરવાજાને તોડવામા આવતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. રૂમમા ગયેલા મોક્ષે પંખે દુપટ્ટો બાંધી પોતાની જાતે જ મોક્ષ મેળવી લીધો હતો. આ બનાવની દિકરાની માતા અને પિતા પડી ભાગ્યા હતા. જ્યારે દિકરાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમા લઇ જવાયો હતો, જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...