તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

181 અભયમ હેલ્પલાઈન:ઓનલાઈન ક્લાસ માટે પત્નીએ ફોન માગ્યો તો પતિએ ઝઘડો કર્યો

ગાંધીનગર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દંપતીનો આ ઝઘડો મારપીટ સુધી પહોંચ્યો

ઓનલાઈન અભ્યાસ માટે કોલેજીયન યુવતીએ ફોન માંગતા પતિએ ઝઘડો કરી મારપીટ કરવાની ઘટના બની હતી. કલોલના એક ગામમાંથી યુવતીએ ફોન કરતાં 181 અભયમ હેલ્પલાઈનની ગાંધીનગર ટીમ પહોંચી હતી. આ સમયે યુવતીએ કહ્યું હતું કે, પતિ અને સાસુ દ્વારા ઝઘડો કરીને મારપીટ કરેલ છે જેથી યુવતીના પિયર અને સાસરીપક્ષ એકઠા થયા હતા પરંતુ કોઈ નિવેડો ન આવતા 181ની મદદ લેવાઈ હતી.

યુવતીએ કહ્યું હતું કે તે બીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે કોરોનાને કારણે કોલેજ બંધ હોવાથી યુવતી ઓનલાઈન અભ્યાસ માટે ફોન માંગે ત્યારે પતિ ના પાડે છે. સાથે જ તે ભણવાની પણ ના પાડે છે, લગ્ન પહેલાં ભણવાની વાત થયેલ ત્યારે ભણાવશું નહીં એવી કોઈ જ વાત થઈ ન હતી. ફોન બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિએ તેના પર હાથ ઉપાડ્યો હતો, જેને પગલે યુવતીએ પિયરપક્ષના સભ્યોને બોલાવી લીધા હતા.

બંને પરિવારો વચ્ચે કોઈ સમાધાન ન થતાં યુવતીએ 181ની મદદ લીધી હતી. જેને પગલે 181 ગાંધીનગરની ટીમે ભણતરમાં આગળ રહેતી સ્ત્રીઓને સપોર્ટ માટે પતિ, સગાવ્હાલા અને હાજર ગ્રામજનોને પણ સમજાવ્યા હતા. જેને પગલે યુવતીના સાસરીપક્ષે તેને આગળ ભણાવવા માટે તથા પાંચ દિવસમાં સ્માર્ટફોન અપાવવા માટે કહ્યું હતું. સાથે ઝઘડો ન કરવાની લેખિત બાંહેધરી આપી હતી. સામે પક્ષે યુવતીની પણ ભૂલ હતી જે સાસુને અપશબ્દો બોલી હતી. જેને પગલે તેણે પણ તમામની માફી માંગી હતી તેમજ આગળથી આવી ભૂલ નહીં થાય તે માટેનું લેખિત બાંહેધરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...