ફરિયાદ:‘તું મને ગમતી નથી, ઘરમાંથી નીકળી જા’ કહી પતિએ પત્નીને માર માર્યો

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોબાની પરિ ણીતાને પતિ સામે ઇન્ફોસિટી પોલીસમાં ફરિયાદ કરી

કોબાની પરિ ણીતાને બે દાયકાના લગ્ન જીવનમાં ભંગાણ પડ્યુ છે. પતિ વારંવાર તું મને ગમતી નથી, મારે બીજા લગ્ન કરવાના છે અને મારા ઘરમાંથી નીકળી જા કહીને મારઝૂડ કરવામાં આવતી હતી. મારામારીમાં છોડાવવા બાળકો વચ્ચે પડે બાળકોને પણ માર મારવામાં આવતો હતો. જેથી પરિણીતાએ પતિ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

કોબામાં રહેતી પ રિણીતા ભાવિકા કનુભાઇ પટેલના વર્ષ 2009માં સમાજ રીતિરિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન બે બાળકોનો જન્મ થયો હતો. આશરે ચાર વર્ષ પહેલા પતિ કનુ પટેલ સવાર સવારમાં પત્નીને કહેવા લાગ્યો હતો કે, તુ મને ગમતી નથી, મારે બીજી પત્ની લાવવી છે એટલે મારા ઘરમાંથી નીકળી જા, કહીને ધોકાથી માર માર્યો હતો.

પતિને માર સહન નહિ થતા પત્ની ઘરની બહાર નીકળી ગઇ હતી અને તેના અમદાવાદમાં રહેતા પિતાને જાણ કરતા પિયરમાં બોલાવી લીધી હતી. તે સમયે પણ પતિએ ધમકી આપી હતી કે, જો ફરીથી ઘરે આવીશ તો જાનથી મારી નાખીશ જેને લઇ પરિણીતાએ તેના પિતા ના ઘરે રહેતી. આખરે પરિણીતાએ પતિ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...