આજે મતગણતરી:જિલ્લામાં સૌથી વધુ મતદાન ગણપતપુરામાં 94.92%, ઓછું અડાલજમાં 70.46%

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મતપેટીઓની સલામતી માટે લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવી - Divya Bhaskar
મતપેટીઓની સલામતી માટે લોખંડી બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવી
  • સૌથી ઓછા મતદાનવાળાં પાંચ ગામોમાં કલોલ તાલુકાનાં એકપણ ગામનો સમાવેશ નહીં
  • જિલ્લાની 156 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચની 152 સીટો માટે 539 અને વોર્ડના 578 બેઠકો માટે 1323 ઉમેદવારોમાંથી 152 સરપંચ અને 578 વોર્ડ સભ્યોની પસંદગી 72 ટકા મતદારોએ મત આપીને કરી છે.
  • જિલ્લાની 156 ગ્રામ પંચાયતમાં આજે નવા સરપંચ તેમજ વોર્ડ સભ્યોના નામોની જાહેરાત થઈ જશે

જિલ્લાની 156 ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરેરાશ 72 ટકા જેટલું મતદાન થયું છે. તેમાં સૌથી મતદાન દહેગામ તાલુકાના ગણપતપુરાનું 94.92 ટકા અને ઓછું મતદાન ગાંધીનગર તાલુકાના અડાલજનું 70.46 ટકા થયું છે. જ્યારે સૌથી ઓછા મતદાનના પાંચ ગામોમાં કલોલ તાલુકામાંથી એકપણ ગામનો સમાવેશ થયો નથી. જિલ્લાની 156 ગ્રામ પંચાયતની ચુંટણી માટે સરપંચની 152 સીટો માટે 539 અને વોર્ડના 578 બેઠકો માટે 1323 ઉમેદવારોમાંથી 152 સરપંચ અને 578 વોર્ડ સભ્યોની પસંદગી જિલ્લાના 72 ટકા મતદારોએ મત આપીને કરી છે.

ત્યારે જિલ્લાના 156 ગ્રામ પંચાયતોમાંથી સૌથી વધુ મતદાન કલોલના ગણપતપુરામાં 94.92 ટકા અને ઓછું મતદાન ગાંધીનગરના અડાલજમાં 70.46 ટકા થયું છે. જોકે સૌથી વધુ મતદાનમાં જિલ્લામાંથી કુલ-5 ગામોમાંથી કલોલનું એક અને દહેગામના ચાર ગામોનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી ઓછા મતદાનમાં જિલ્લાના ગાંધીનગરના બે, માણસાના બે અને દહેગામના એક ગામનો સમાવેશ થાય છે.

​​​​​​​સેક્ટર-15ની કોલેજમાં 150 કર્મચારી મતગણતરીની કામગીરી કરશે
​​​​​​​ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણતરી મંગળવારે સેક્ટર-15 સરકારી વિનયન કોલેજ ખાતે યોજાશે. સૌ પ્રથમ વોર્ડ બેઠકની ગણતરી કરવામાં આવશે. ત્યારબાદ સરપંચની બેઠકની ગણતરીની કામગીરી હાથ ધરાશે. મતગણતરીની કામગીરી 140 કર્મચારીઓ કરશે. ગાંધીનગર તાલુકાની 52 ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડની 275 બેઠકોની ગણતરી સવારે 9 કલાકે, સરકારી વિનયન કોલેજ, સેક્ટર-15 ખાતે કરાશે. મતગણતરીની કામગીરીમાં ગામ મુજબ એક એક ટેબલ જ્યારે અડાલજ અને ડભોડા ગામ મોટા હોવાથી તેની મતગણતરી માટે બે ટેબલ અપાશે.

મતગણતરીની કામગીરીમાં 140 કર્મચારી ફરજ બજાવશે. જ્યારે મતગણતરી દરમિયાન સરપંચ અને વોર્ડના ઉમેદવારોના ટેકેદારો આવ્યા હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે 160 પોલીસ કર્મચારીઓને સ્ટેન્ડ ટુ રખાયા છે. તાલુકાની 52 ગ્રામ પંચાયતોની મતગણતરીમાં ગામમાં જેટલા વોર્ડ હશે તે મુજબના રાઉન્ડમાં ગણતરી કરાશે.

માણસા 18 પંચાયતમાં 78 % મતદાન, વધુ ઇટલામાં 92 ટકા
માણસા તાલુકામાં આવેલા 30 ગામની ચૂંટણી જાહેર કરાયા બાદ તેમાંથી 11 પંચાયત સમરસ જ્યારે બે પંચાયત અંશતઃ બિનહરીફ જાહેર થતા બાકીના 18 ગામમાં રવિવારે ચૂંટણી યોજાઈ હતી. અઢાર ગામ પૈકી 17 ગામમાં સરપંચ અને સભ્યો તથા એક ગામમાં ફક્ત વોર્ડ સભ્યની ચૂંટણી માટે મતદાન થયું હતું. 1

8 ગામના કુલ 42,447 નોંધાયેલા મતદારો પૈકી 32709 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 78 ટકા મતદાન થયું હતું. 7502 મતદારો વાળા ઇટાદરામાં સરપંચ પદ માટે 11 ઉમેદવાર મેદાનમાં હતા જ્યાં 72 ટકા મતદાન થયું છે. જ્યાં ગ્રામજનોએ 83 ટકા જેટલું ઊંચું મતદાન કર્યું હતું. મતદાન બાદ 51 મત કેન્દ્રોની મતપેટીઓને માણસા કોલેજ ખાતે લવાઈ હતી.

કલોલ 11 ગામમાં 78.74 % વોટિંગ, ગણપતપુરામાં વધુ 94.92
કલોલની 11 ગ્રામ પંચાયતમાં 27708 મતદારો છે, જેમાં 13350 સ્ત્રી અને 14358 પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. કલોલની 11 ગ્રામ પંચાયતમાં 10 સરપંચ અને 78 વોર્ડ સભ્યો ચૂંટણીના મેદાને છે. તાલુકામાં 31 મતદાન મથકો પર સવારથી લઈને સાંજ સુધીમાં કુલ 21817 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં 10227 સ્ત્રી અને 11590 પુરૂષ મતદારોનો સમાવેશ થાય છે. કલોલના 11 ગામોમાં 78.74 ટકા મતદાન થયું હતું જેમાં સ્ત્રીઓનું મતદાન 76.61 જ્યારે પુરૂષો મતદાન 80.72 ટકા રહ્યું હતું. કલોલમાં સૌથી વધુ 94.92 ટકા મતદાન ગણપતપુરા ગામે થયું હતું જ્યારે સૌથી ઓછું 72.59 ટકા મતદાન કાંઠા ગામે થયું હતું.

દહેગામ 75 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 78.79 ટકા મતદાન થયું

દહેગામ તાલુકાની 75 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે મતદાન રવિવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું તાલુકાના રખિયાલ, હરસોલી,વટવા,બહિયલ જેવા ગામોના મતદાન મથકો પર મતદારોની ભારે ભીડ હોવાના કારણે સમય પૂર્ણ થયા બાદ પણ મતદાન થયું હતું. તાલુકાની 75 ગ્રામ પંચાયતની ચૂંટણીનું 78.2 મતદાન નોંધાયુ છે.જેમાં સૌથી ઓછું અહમદપુર ગામનું 38.57 ટકા અને સૌથી વધુ પલ્લાનામઠનું સો તેમજ અંગુથલાનું 98.99 ટકા મતદાન નોંધાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું ગ્રામપંચાયતની ગત ટર્મની ચૂંટણીમાં 82.67 ટકા મતદાન થયું હતું જયારે આ વખતે 78.79 ટકા મતદાન થવા પામ્યું છે.

તાલુકાવાર સૌથી વધુ મતદાનવાળાં પાંચ ગામો

  • દહેગામ તાલુકામાંથી ડેમાલીયામાં 94.63, વેલપુરામાં 94.30, મીરાપુરમાં 94.01, કોદરાલીમાં 93.79 અને આંત્રોલીમાં 93.48 ટકા મતદાન થયું છે.
  • ગાંધીનગર તાલુકામાંથી પીરોજપુરમાં 92.27, રાયપુરમાં 92.04, મોતીપુરામાં 91.67, કાનપુરમાં 91.53 અને રતનપુરમાં 91.19 ટકા મતદાન થયું છે.
  • કલોલ તાલુકામાંથી ગણપતપુરામાં 94.92 ટકા, નવામાં 91.52 ટકા, દંતાલીમાં 90, અઢાણામાં 89.77 અને રામનગરમાં 89.01 ટકા મતદાન થયું છે.
  • માણસા તાલુકામાંથી ઇટલામાં 91.44, ગુલાબપુરામાં 86.17, આંનદપુરા (અ)માં 85.76, ચાંદીસણામાં 85.65, ભીમપુરામાં 84.32 ટકા મતદાન થયું છે.

સૌથી વધુ મતદાન
જિલ્લાની ગ્રામ પંચાયતની ચુંટણીમાં સૌથી વધુ મતદાન કલોલ તાલુકાના ગણપતપુરામાં 94.92 ટકા જ્યારે દહેગામ તાલુકામાંથી ડેમાલીયામાંથી 94.63, વેલપુરામાંથી 94.30, મીરાપુરમાં 94.01 અને કોદરાલીમાં 93.79 ટકા મતદાન થયું છે.

સૌથી ઓછું મતદાન
જિલ્લાની 156 ગ્રામ પંચાયતોમાંથી સૌથી ઓછું મતદાનવાળા પાંચ ગામોમાં ગાંધીનગર તાલુકાના અડાલજમાં 70.46 અને સાદરમાં 71.04, માણસા તાલુકાના માણેકપુર(મ)માં 70.80 અને ઇટાદરામાં 71.87 ટકા જ્યારે દહેગામ તાલુકાનું સગદલપુરમાં 71.22 ટકા મતદાન થયું છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...