તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:મનપા વિસ્તારમાં સૌથી વધુ સે-2માં 264 બાસણ-ગોકુલપુરામાં ઓછા 3-3 કેસ, ગત 25 નવેમ્બરે સૌથી વધુ 36 કેસ નોંધાયા હતા

ગાંધીનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 1 દિવસમાં કોરોનાના 36 કેસ સુધી પહોંચેલો આંકડો 2-5 પર અટક્યો

ગાંધીનગર સહિત રાજ્યભરમાં હવે કોરોના કેસોની સંખ્યા ઘટી રહી છે. એક સમય હતો ગાંધીનગર મનપા વિસ્તારમાં એક સમયે એક જ દિવસમાં 20થી વધુ કેસ નોંધાતા હતા, જેમાં 25 નવેમ્બરના રોજ સૌથી વધુ 36 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં ઘટાડો થતા હાલ એક દિવસમાં 2થી 5 જેટલા કેસ નોંધાય છે.

ગાંધીનગર મનપામાં અત્યાર સુધી 3396 જેટલા કેસ નોંધાયા છે. જેમાંથી સેક્ટરોની વાત કરીએ તો સે-2માં સૌથી વધુ 264 અને સૌથી ઓછા 14 કેસ સે-15માં નોંધાયા છે. સે-11 ખાતે માત્ર એક જ કેસ નોંધાયો છે પરંતુ ત્યાં રહેણાંક વિસ્તાર ન હોવાથી અહીં કેસોની સંખ્યા નથી. મનપાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો બાસણ-ગોકુલપુરામાં સૌથી ઓછા 3-3 કેસ અને સૌથી વધુ 21 કેસ બોરીજમાં નોંધાયા છે.

સેક્ટર અને ગ્રામ્ય વિસ્તારની અલગ એવા જીબીઈ કોલોની વિસ્તારમાં અત્યાર સુધી કુલ 117 કેસ નોંધાયેલા છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે અગાઉ મનપા વિસ્તારમાં 1 દિવસમાં કોરોનાના 36 કેસ સુધી પહોંચેલો આંકડો એકાએક 2-5 પર કેમ અટક્યો છે હાલ આ બાબતે પણ લોકોમાં વિવિધ અટકળો ચાલી રહી છે જોકે કોરોનાના કેસ ઘટતા હાલ આમજનતાએ તેમજ તંત્રએ રાહતની લાગણી અનુભવી છે.

સેક્ટર વાઈઝ નોંધાયેલા દર્દીઓ

વિસ્તારદર્દીની સંખ્યામોત
સેક્ટર-1760
સેક્ટર-22643
સેક્ટર-32422
સેક્ટર-3 ન્યુ440
સેક્ટર-41935
સેક્ટર-51981
સેક્ટર-61130
સેક્ટર-72271
સેક્ટર-8771
સેક્ટર-9170
સેક્ટર-1110
સેક્ટર-12690
સેક્ટર-131441
સેક્ટર-14652
સેક્ટર-15140
સેક્ટર-16260
સેક્ટર-17450
સેક્ટર-19651
સેક્ટર-20530
સેક્ટર-21971
સેક્ટર-221690
સેક્ટર-231071
સેક્ટર-241683
સેક્ટર-25790
સેક્ટર-261803
સેક્ટર-271251
સેક્ટર-281172
સેક્ટર-291261
સેક્ટર-30931
જીઈબી1170
આદિવાડા50
બોરીજ210
બાસણ30
પાલજ200
ઈન્દ્રોડા90
ગોકુલપુરા30
ધોળાકુવા120
ઈન્ફોસિટી150
કુલ339630
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો