તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશ્નરે મુખ્યમંત્રી રૂપાણી સાથે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત કરી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુલાકાત દરમિયા સચિવો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. - Divya Bhaskar
મુલાકાત દરમિયા સચિવો અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
  • રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી

ગાંધીનગર ખાતે યુગાન્ડાના ભારત સ્થિત હાઈ કમિશ્નર શ્રી ગ્રેસ અકેલ્લોએ મુખ્યમંત્રી રૂપાણી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. તેઓ ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે દેશમાં મેન્યુફેકચરિંગ હબ તેમજ દેશના MSME સેક્ટરમાં જે મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે તેની સફળતાથી તેઓ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે MSME સેકટરની સહભાગિતા અને યુગાન્ડામાં MSME સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા પરામર્શ કર્યા હતા.રૂપાણીએ યુગાન્ડા ગુજરાત વચ્ચેના ઉષ્માપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.

યુગાન્ડામાં MSME સેકટરમાં રહેલી તકો વિશે ચર્ચા
મુખ્યમંત્રીએ યુગાન્ડાના હાઈ કમિશનરની ટીમને ગુજરાતના MSME કમિશનરેટની મુલાકાત લઈ આ સમગ્ર ઇકો સિસ્ટમ સમજવા અને તેનો અભ્યાસ કરવા આમંત્રણ આપ્યું હતું.
ખાસ કરીને ગુજરાતમાં MSME માટે પહેલા પ્રોડક્શન પછી પરમિશનનો જે નવિન અભિગમ અપનાવ્યો છે. તેના વિશે તેમજ MSME સેકટર દ્વારા મોટાપાયે રોજગારીની તકોની પણ વિશદ ભૂમિકા મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમ્યાન આપી હતી.

વિજય રૂપાણીએ યુગાન્ડા આફ્રિકા ભારત ના પુરાતન પ્રવાસન સંબંધો ની યાદ તાજી કરી
વિજય રૂપાણીએ યુગાન્ડા આફ્રિકા ભારત ના પુરાતન પ્રવાસન સંબંધો ની યાદ તાજી કરી

વિજય રૂપાણીએ યુગાન્ડા આફ્રિકા ભારત ના પુરાતન પ્રવાસન સંબંધોની યાદ પણ તાજી કરી હતી.ઉદ્યોગના અધિક મુખ્યસચિવ રાજીવ કુમાર ગુપ્તા મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમાર, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા MSME કમિશનર રંજીથ કુમાર અને ઇન્ડેક્ષબીના એમ.ડી નિલમ રાની આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...