તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:હાથ ઉછીનાં આપેલાં નાણાં પરત માંગતા વેપારીને પાવડો ફટકાર્યો

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેકટર-21 પોલીસે હુમલાખોર ચાર સામે ગુનો નોંધ્યો
  • પરોઠા શાકની લારી પર વાસણ ધોવા આવતી યુવતિએ પરિવારના બીમાર સભ્યની સારવાર માટે પૈસા લીધા હતા

સે.16માં આવેલી પરોઠા શાકની લારી ઉપર વાસણ ધોવા આવતા ભાઇ બહેનના પરિવારનું સભ્ય બિમાર પડતા વેપારી પાસે રૂપિયા 10 હજાર હાથઉછીના લીધા હતા. ત્રણ મહિના જેટલો સમય પસાર થતા વેપારીએ ઉછીની આપેલી રકમ પરત માગી હતી. ત્યારે ભાઇ બહેને વેપારીને માથામા પાવડો માર્યો હતો. આ બનાવની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમાં કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી. ચેનાભાઇ હંસરાજભાઇ રબારી (રહે, ફતેપુરા, સેક્ટર 15) સેક્ટર 16 ચોપાટી બજાર પાસે પરોઠા શાકની લારી ચલાવે છે.

સેક્ટર 16 મહાત્મા મંદિર પાસે આવેલા છાપરામાં રહેતાં રવિ બાવરી અને તુલસી બાવરી લારી પર વાસણ ધોવા આવતા હતા. પરિવારનુ સભ્ય બિમાર હોવાનું કહી બંને ભાઇ -બહેન વેપારી પાસેથી 10 હજાર સારવાર કરવા માટે લઇ ગયા હતા. અને વાસણ ધોવાનુ કામ કરીને નાણાં ચૂકવી દેશે તેમ કહ્યું હતુ.

આશરે ત્રણેક મહિના થતા વેપારીએ રૂપિયાની માંગણી કરી હતી, તેઓ રૂપિયા પરત આપવાના બદલે બહાના બતાવતા હતા. બાદમાં રવિ બાવરીએ છાપરુ પણ બદલી નાંખ્યુ હતુ. મંગળવારે સવારે 11 વાગ્યાના અરસામાં વેપારી રૂપિયા માગવા જતાં રવિ બાવરી, તારા બાવરી, તુલસી બાવરી અને રાહુલ બાવરી એકાએક ઉશ્કેરાઇ જઈ વેપારીને માર મારવા લાગ્યા હતા. વેપારીએ સેક્ટર 21 પોલીસમાં 4 આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...