નિર્ણય:ગુજરાત સરકાર આરોગ્ય સંબંધિત બોર્ડની રચના કરશે, કોરોનાની બીજી લહેરમાં સર્જાયેલી કટોકટીને પગલે નિર્ણય

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય- જિલ્લા સ્તરે કમિટી લોકોને મદદ કરશે

કોરોનાની બીજી લહેરમાં ખરાબ રીતે પીટાયા બાદ હવે ગુજરાત સરકાર આરોગ્ય સંબંધિત કામગીરી માટે એક અલાયદા બોર્ડની રચના કરવા જઇ રહી છે. આરોગ્ય વિભાગના મર્યાદિત સ્ટાફની સામે આ એક વધારાની ફોર્સ રહેશે, જે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્વયંસેવક તરીકે આરોગ્યલક્ષી કામગીરી કરશે. જોકે આ સ્વયંસેવકો લોકોની સારવાર કરવાને બદલે તેમને માર્ગદર્શન આપવાનું કામ કરશે.

ગુજરાત ભાજપે આ માટે તૈયારી શરૂ કરી દીધી છે અને તે માટે બુધવારે પક્ષના યુવાન કાર્યકર્તાઓને કમલમ પર બોલાવી માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં નવનિયુક્ત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. આ વ્યવસ્થા અનુસાર ગુજરાતમાં તમામ જિલ્લા, તાલુકા, બ્લોક અને બૂથ લેવલ સુધી કમિટી બનાવવામાં આવશે. આ કમિટીમાં એક તબીબ અને તેની સાથે પક્ષના યુવાન કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવશે જેમાં એક કે તેથી વધુ સભ્ય મહિલા રહેશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ સ્વયંસેવકોને હોમગાર્ડ જવાનો અને સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ બોર્ડના સભ્યોની જેમ માનદ વેતન અપાશે. આ તમામ સમિતિના સર્વોચ્ચ સ્થાને ભાજપના નેતા તથા સરકારી સભ્યો તરીકે સનદી અધિકારીની નિમણુંક કરશે.

અન્ય સમાચારો પણ છે...