કોંગ્રેસનો આક્ષેપ:બીજ બુટલેગરને સરકારના છૂપા આશીર્વાદ, પોલીસ ફરિયાદ નહીં

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના પ્રવકત્તા મનહર પટેલની ફાઇલ તસવીર - Divya Bhaskar
કોંગ્રેસના પ્રવકત્તા મનહર પટેલની ફાઇલ તસવીર
  • અમદાવાદ મોરૈયાથી નકલી BT કપાસનો જથ્થો જપ્ત: કોંગ્રેસ
  • ખેડૂતોને ભરમાવતા બીજ બુટલેગર મામલે કોંગ્રેસનો આક્ષેપ

અલગ અલગ નામે બીટી કપાસનું બિયારણ તૈયાર કરી રાજ્યના ખેડૂતોને ભરમાવતા બીજ બુટલેગરને કૃષિ વિભાગે ઝડપી લીધો છે તેમ કોંગ્રેસનું કહેવું છે. કોંગ્રેસના પ્રવકત્તા મનહર પટેલે કહ્યું હતું કે, કોંગ્રેસની સીધી સુચનાથી કૃષિ વિભાગે અમદાવાદ નજીકના મોરૈયા ખાતેથી દેશના સૌથી મોટા બીજ બુટલેગરનો નકલી બીટી કપાસનો જથ્થો જપ્ત કર્યો છે.

કોંગ્રેસના પ્રવકત્તા મનહર પટેલે એવો સીધો આક્ષેપ કર્યો હતો કે, જે બીજ બુટલેગર ઝડપાયો છે તે છેલ્લા 17 વર્ષથી ધંધો કરે છે,છતાં સરકાર તેની સામે પોલીસ ફરિયાદ કરી શકતી નથી. આ બીજ બુટલેગર સ્ટેટ અને નેશનલ સીડ એસોસીએશનના હોદ્દેદાર છે.

રાજ્ય કૃષિ વિભાગને કોંગ્રેસે સૂચના આપતા તા. 4 જુનના રોજ રાતે ૪૦,૦૦૦ પેકેટનો જથ્થો ખેતાવાડી ખાતાએ જપ્ત કયોઁ, આ “ બીજ બુટલેગર “સામે પોલીસ ફરિયાદ કરવાને બદલે ખેતીવાડી ખાતુ કાયદાની ચોપડી વાંચવાનુ જણાવે છે. માન્યતા વગરના બીટી કપાસનુ ઉત્પાદન કરવુ કે તેનુ વેચાણ કરવુ તે બંધારણીય રીતે ગુનો છે આવી ગુનાહિત પ્રવૃતિ કરતી કંપની કે ઇસમોને ગુજરાત રાજ્ય સીડ એસોસિએશને તેને સભ્ય પદે દુર કરવા જોઇએ.

ગુજરાતમા ગેરકાયદેસર રીતે કરોડો રુપિયાનો બીટી કપાસ બીજનો વેપાર અનેક ઇસમો કરી રહ્યા છે, પરંતુ તે પૈકીના અમુક ઇસમો સરકારની છાતી ઉપર રહીને કરે છે. આવા ઇસમો કૃષિ જગતમા પોતાની વૈજ્ઞાનિક અને કૃષિ નિષ્ણાંતની ઓળખ ઉભી કરીને નવા નવા ખેડુત સમુહનો વિશ્વાસ હાંસલ કરીને ખેડુતોને મોંઘા ભાવનુ ગેરકાયદેસર રીતે બીટી કપાસ બીજ પધરાવે છે અને લાખો ખેડુતોને આથિઁક બરબાદ કરે છે.

આ બીટી કપાસ બીજ વેચાણ સંપુણઁ ગેરકાયદેસર અને વગર બિલનુ હોય પાક નિષ્ફળ જાય તેની પોલીસ ફરીયાદ કે સરકારી રાહે કાયેદેસર કાર્યવાહી ખેડુતો કરી શકતા નથી, અને કયારેક સંજોગો એવા પણ બને છે ખેડુત આથિઁક સંકડામણને કારણે આત્મહત્યા કરવા સુધીના પગલા ભરે છે, માટે રાજ્યમા ખેડુતોને છેતરતા આવા ઇસમોને દબોચવા અને તેમના ગેરકાયદેસર બીટી કપાસનો જથ્થા પકડવા ખાસ ટુકડીઓ બનાવી તેની સામે કાયઁવાહી કરવી જોઇએ.રાજ્યના ખેડુતો “ બીજ બુટલેગરો” થી જાગૃત રહે તેવો પ્રયાસ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...