• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Government Will Create A Portal To Apply For Koro's Death Assistance; The Government Will Be Vigilant About The Omicron Variant And Will Start 51 More Testing Centers

સુવિધા:કોરોના મૃત્યુ સહાયની અરજી કરવા સરકાર પોર્ટલ બનાવશે; ઓમિક્રોન વેરિઅન્ટ અંગે સરકાર સતર્ક, વધુ 51 ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

કોરોના મૃત્યુ સહાય મામલે આંટીઘૂંટીવાળી પ્રક્રિયા હોવાને કારણે સુપ્રીમ કોર્ટમાંથી ફટકાર મળ્યા બાદ ગુજરાત સરકારે આ માટેની અરજી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા પ્રયત્ન શરૂ કર્યાં છે. કલેક્ટર કચેરીઓમાં અરજદારોની લાંબી કતારો ન લાગે તે માટે હવે ગુજરાત સરકાર એક પોર્ટલ બનાવવા જઇ રહી છે, જેમાં ઓનલાઇન અરજી કરી શકાશે.

સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મામલે એક સોગંદનામું પણ રજૂ કર્યું છે.રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે જે લોકો ઓનલાઇન અરજી કરવા માગે છે તેઓ આ પોર્ટલ મારફતે અરજી કરી શકશે જ્યારે પ્રત્યક્ષરૂપે કલેક્ટર કચેરીમાં પણ અરજી સ્વીકારાશે.

આ સાથે કોરોના વાઇરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઇને રાજ્ય સરકાર દ્વારા વધુ 51 આરટીપીસીઆર ટેસ્ટિંગ સેન્ટરો ઊભાં કરાશે. હવે નોન રિસ્ક દેશો એટલે કે જ્યાં આ વેરિઅન્ટ પહોંચ્યો નથી ત્યાંથી આવતાં મુસાફરોનો પણ રેન્ડમ આરટીપીસીઆર ટેસ્ટ થશે.

અન્ય સમાચારો પણ છે...