તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હાલ ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસીવિર ઇન્જેક્શનનો ઉપયોગ થઇ રહ્યો છે. ગુજરાતની ઝાયડસ કંપની હાલ આ ઇન્જેક્શન માત્ર 900 રૂપિયાના દરે ઉપલબ્ધ કરાવે છે અને સરકાર તેની ખરીદી કરી રહી છે. આ ઇન્જેક્શન પ્રમાણમાં સસ્તાં હોવાથી તેની માગ વધુ છે. હાલ ગુજરાતમાં અન્ય કંપનીઓની રેમડેસીવિર પણ ઉપલબ્ધ છે, પરંતુ તેની કિંમત 4500થી લઇને 5500 રૂપિયા પ્રતિ ઇન્જેક્શન હોવાથી તેનો ઉપાડ નથી.
ઝાયડસ પાસેથી 3 લાખ ઇન્જેક્શન લેશે
આ તરફ સસ્તાં ઇન્જેક્શન માટેની વધુ માગને કારણે તેની અછત ઊભી થાય તેવી સ્થિતિ પેદા થાય છે, પરંતુ ગુજરાત સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ ઝાયડસ પાસેથી સતત ઇન્જેક્શન ખરીદી કરવામાં આવી રહી છે અને તેની કોઇ અછત સામાન્ય નાગરિકોને ન પડે તે માટેનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. હાલ પણ ગુજરાતમાં લગભગ 28,000 જેટલાં ઇન્જેક્શનો ઉપલબ્ધ છે તેવું સરકારે અગાઉ જણાવ્યું હતું અને તે ઉપરાંત ઝાયડસ પાસેથી વધુ 3 લાખ જેટલાં ઇન્જેક્શન ટૂંક સમયમાં ખરીદી લેવાશે અને આવનારાં ત્રણેક દિવસોમાં જ તેની આપૂર્તિ પણ થઇ જશે.
કેબિનેટ મિટિંગમાં આ મુદ્દે ચર્ચા થશે
સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર ઝાયડસ કંપની પણ તેની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરીને ઇન્જેક્શનનું ઉત્પાદન કરી રહી છે અને સરકારને ઉપલબ્ધ કરાવી રહી છે. આ ઉપરાંત સરકારે અગાઉ જાહેર કર્યું હતું કે અમદાવાદની પાંચ હોસ્પિટલો પર રેમડેસીવિર ઇન્જેક્શન નાગરિકોને સસ્તા દરે મળી રહે તે રીતે પૂરવઠો પૂરો પાડવામાં આવશે અને તેની શરૂઆત બુધવાર પછી થઇ જશે. આ ઉપરાંત બુધવારે મળનારી કેબિનેટ મીટિંગમાં પણ સરકાર રાજ્યમાં રેમડેસીવિર ઇન્જેક્શન, ઓક્સિજન, કોરોના ટેસ્ટ કીટ અને રસીના શોટ્સની ઉપલબ્ધતા બરકરાર રહે તે માટેની ચર્ચા કરવામાં આવશે.
ઝાયડસની રસી એક મહિનામાં બજારમાં આવશે
રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યાં અનુસાર ઝાયડસની રસી વિકસાવવાની પ્રક્રિયા ખૂબ પૂરજોશમાં ચાલી રહી છે અને તેના ટ્રાયલના પરિણામો પણ પ્રોત્સાહક આવ્યાં છે. આથી લગભગ એકાદ મહિનાના સમયગાળામાં આ રસી ભારતીય બજારોમાં ઉપલબ્ધ રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રસી અત્યારની તમામ રસીઓના પ્રમાણમાં સસ્તી હોઇ શકે છે. ડીજીસીએની મંજૂરી બાદ તેનો નિયમિત વપરાશ શરૂ થઇ શકે છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.