કોરોનાની ત્રણેય લહેરનો અંત આવી ચૂક્યો છે. એક તરફ જ્યાં આપણે પોણા બે લાખ લોકોને ગુમાવ્યા છે તો અંદાજે 10 લાખ લોકોના જીવ બચાવ્યા પણ છે. બન્ને લહેરમાં સ્વજનોના જીવ બચાવવા માટે સરકાર અને લોકોએ કેટલો ખર્ચ કર્યો એની વિસ્તૃત તપાસ ભાસ્કરે કરી હતી.
કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન સરકારે 2 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જ્યારે સામાન્ય નાગરિકોએ પણ પોતાના સ્તરે 1 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. સૌથી વધુ 600 કરોડ રૂપિયા સરકારે ખાનગી હોસ્પિટલો અને હોમ આઈસોલેશનમાં સારવાર કરાવનારા દર્દીઓ પાછળ ખર્ચ કર્યા. એઈમ્સ અને કોવિડ ટાસ્ક ફોર્સે ક્યારેય રેમડેસિવિર ઈન્જેક્શનને કોરોના માટે અસરદાર બતાવ્યા નથી તેમ છતાં 350 કરોડના રેમડેસિવિર ઈન્જેક્શનની ખરીદી કરાઈ.
આ ઈન્જેક્શનને લઈને જ ગુજરાતમાં ભારે હોબાળો થયો હતો અને કાયદેસર-ગેરકાયદેસર રીતે તેનાં કાળાંબજાર થયાં હતાં અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. ડૉક્ટરો, નર્સો, સફાઈ કર્મચારી અને અન્ય મેડિકલ કોરોના વોરિયર્સના પગાર, ભથ્થાં પાછળ પણ લગભગ 200 કરોડ રૂપિયા ખર્ચ કરાયા હતા.
આ છે સરકારી ખરીદી...
ઈન્જેક્શનથી લઇને વેન્ટિલેટર, ટેસ્ટ કિટની ખરીદીનો ડેટા
સામગ્રી | ખર્ચ કરાયો |
રેમડેસિવિર ઈન્જેક્શન | 350 કરોડ |
રેપિડ ટેસ્ટ કિટ | 291.45 કરોડ |
ઓક્સિજન | 154.59 કરોડ |
વેન્ટિલેટર | 125.13 કરોડ |
ટોસિલિઝુમેબ ઈન્જેક્શન | 35.77 કરોડ |
એમ્ફીટેરિન ઈન્જેક્શન | 96.28 કરોડ |
આઈસોલેશન સેન્ટર | 100 કરોડ |
આરટી-પીસીઆર ટેસ્ટ કિટ | 100 કરોડ |
વૉરિયર્સનાં પગાર-ભથ્થાં | 26.41 કરોડ |
ખાનગી હોસ્પિટલો અને હોમ આઈસોલેટ દર્દીઓની સારવાર પર | 600 કરોડ |
...અને આ છે પ્રજાની ખરીદી
એન્ટિજન ટેસ્ટ, સેનિટાઈઝરથી લઈને માસ્ક, દવાની ખરીદી
સામાન | પહેલી લહેર | બીજી લહેર | કુલ |
325 | (એપ્રિલ-ઓક્ટોબર) | (ફેબ્રુ.માં) | દિવસમાં |
માસ્ક | 157.50 કરોડ | 34.45 કરોડ | 192 |
સેનિટાઈઝર | 420 કરોડ | 175.50 કરોડ | 596 |
એન્ટિવાઈરલ ટેબ્લેટ | 8.4 કરોડ | 10.25 કરોડ | 19 |
રેમડેસિવિર | 11.30 કરોડ | 28.75 કરોડ | 142.15 |
કોવિડ ટેસ્ટ | 44.52 કરોડ | 14.62 કરોડ | 59 |
કોવિડ કિટ - | 10-11 કરોડ | 11 | 1018.39 કરોડ |
2305 વેન્ટિલેટર ખરીદાયાં, 1 વેન્ટિલેટર 11 લાખનું તો એક 3.65 લાખનું
એપ્રિલ 2020થી ઓક્ટો. 2021 દરમિયાન સરકારને 7412 વેન્ટિલેટર દાનમાં કે કેન્દ્ર તરફથી મળ્યાં હતાં. રાજ્ય સરકારે 125.13 કરોડ રૂપિયા પ્રતિ વેન્ટિલેટરના ભાવે 2305 વેન્ટિલેટર ખરીદયાં હતાં. સિલ્લર હેલ્થકેર ઈન્ડિયા કંપની પાસેથી સૌથી વધુ 11.24 લાખ રૂપિયાના ભાવે 51 વેન્ટિલેટર ખરીદાયાં હતાં.
ક્યાં કેટલું વળતર ચૂકવાયું...
કોને? | કેટલું? | અરજી |
મૃતકોના પરિજન | 50 હજાર | 1.07 લાખ |
માતા-પિતા ગુમાવનારા બાળક | 4 હજાર રૂ. મહિને | 27 હજાર |
માતા કે પિતાને ગુમાવનારા | 2 હજાર રૂ. મહિને | - |
કોરોના વૉરિયર્સ | 25 લાખ રૂપિયા પ્રત્યેક | 297 |
માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને દર મહિને ~4-4 હજારનું વળતર
રાજ્ય સરકારે કોરોનાની બન્ને લહેરમાં આગળના મોરચે રહીને લોકોની સારવાર કરનાર કોરોના વોરિયર્સને 25-25 લાખ રૂપિયા વળતર ચૂકવ્યું છે. આવા 297 વોરિયર્સને સરકારે કુલ 74.25 કરોડ રૂપિયા ચૂકવ્યાં છે. આ ઉપરાંત એવાં બાળકો જેમણે પોતાના માતા-પિતા બંનેને ગુમાવી દીધાં છે તેમને પણ સરકાર તરફથી દર મહિને 4-4 હજાર રૂપિયાનું વળતર ચૂકવવાની જાહેરાત કરાઈ છે.
1.07 લાખ મૃતકો માટે 535 કરોડ વળતર, 297 વોરિયર્સને 74 કરોડ ચૂકવ્યાં
કોરોના મૃતકોના પરિવારજનોને વળતર તરીકે સરકારે 525 કરોડ રૂપિયા ચૂકવ્યાં છે. સરકારી રેકોર્ડમાં મૃત્યુનો આંકડો ભલે 10 હજારની નજીક હોય પણ સરકાર અત્યાર સુધી 1.07 લાખ લોકોના કોરોનાથી મોતને સ્વીકારી ચૂકી છે. કોરોનાથી મૃત્યુ પામેલાઓને વળતર ચૂકવવા મુદ્દે સુપ્રીમકોર્ટે નિર્ધારિત કરેલી ગાઇડલાઇન અનુસાર વળતર ચૂકવણીની કામગીરી કરાઈ હતી.
રાહત ફંડ - રૂ. 14 હજાર કરોડના રાહત પેકેજની સરકારે જાહેરાત કરી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.